સુગર લેવલ 670 અને વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, ટેસ્લાની કારે બચાવ્યો જીવ 

  • April 12, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શખ્સનો જીવ બચી જતાં એલોન મસ્કએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “ખુશી છે કે ટેસ્લાની સેલ્ફ-ડ્રાઈવિંગ ટેક્નોલોજી તમારી મદદ માટે હાજર હતી"
 

ટેસ્લાની સેલ્ફ-ડ્રાઈવિંગ ટેક્નોલોજીના કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા તે વ્યક્તિને કહ્યું છે કે, "મને ખુશી છે કે તે સમયે ટેસ્લાની સેલ્ફ-ડ્રાઈવિંગ ટેક્નોલોજી તમારી મદદ માટે હતી."



મેક્સ પોલ ફ્રેન્કલિન નામના યુઝરે સોશિયલ નેટવર્કિંગ સાઇટ એક્સ પર પોતાના સાથે થયેલી એક ઘટના વર્ણવી છે. મેક્સપોલે તેની પોસ્ટમાં લખ્યું, "1 એપ્રિલે, ટેસ્લાએ પૂરા યુ.એસ.માં તેની કારમાં ઓલ સેલ્ફ-ડ્રાઇવિંગ અનલૉક કર્યું અને તે જ દિવસે 2 વાગ્યે, મને ડિહાઇડ્રેશન જેવુ લાગ્યું. મારા ઇન્સ્યુલિન પંપમાં કોઈ ખામીને કારણે મારા ગ્લુકોઝમાં લેવલમાં ઘટાડો થયો હતો, તે 670ના લેવલ પર પહોંચી ગયું હતું."


મેક્સપોલ આગળ લખે છે, "કોઈપણ સમય બગાડ્યા વિના, હું મદદ માટે મારા ટેસ્લા મોડલ વાય તરફ વળ્યો. પછી મેં ફક્ત સ્ટિયરિંગ વ્હીલને બે વાર ટેપ કરીને સેલ્ફ-ડ્રાઇવિંગ મોડ ચાલુ કર્યું. પરિણામોથી હું આશ્ચર્યચકિત થઈ ગયો. આ કારે મારા ઘરેથી લગભગ લગભગ 20 કિમી મુસાફરી કરી ઈમરજન્સી રૂમ સુધી કોઈ પણ સમસ્યા વગર પહોંચાડી દીધો. 


મેક્સપોલે તેની પોસ્ટમાં આગળ લખ્યું, "હળવા હૃદયરોગનો હુમલો હોવા છતાં, મેં મારી કસરતની પર કોઈ પ્રતિબંધ ન મૂકતાં હોસ્પિટલ છોડી દીધી. પોર્શે, મર્સિડીઝ, એક્યુરા અને કેડિલેક સહિત અનેક લક્ઝરી વાહનોના માલિક તરીકે, હું ટેસ્લાને જાહેર કરી શકું છું. આજે ઓટોમોટિવ ઇનોવેશનના લેટેસ્ટ લેવલ પર આ કારની જીવન બચાવવાની ક્ષમતા તેને બેસ્ટ બનાવે છે. પરંપરાગત વાહનોથી ટેસ્લાની સેલ્ફ-ડ્રાઇવિંગ ક્ષમતા પર જમ્પ કરવું એ ફોનથી સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવા જેવું છે."


ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાના છે. આ વાતની જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે. ટેસ્લાએ ભારતમાં 2 બિલિયન ડોલર સુધીનું રોકાણ કરવાની જાહેરાત કરી દીધી છે. થોડા દિવસો પહેલા, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ટેસ્લા ભારતમાં તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે અને આ મહિને કંપની જમીનની શોધ માટે તેના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ ભારત મોકલી શકે છે.


તાજેતરમાં, ભારત સરકારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિ તૈયાર કરી હતી. જે અંતર્ગત ભારત ઓછામાં ઓછા 500 મિલિયન ડોલરનું રોકાણ કરતી અને સ્થાનિક ઉત્પાદન કરતી કંપનીઓને આયાત શુલ્કમાં છૂટ આપશે. ભારત સરકારના આ નીતિ પરિવર્તને ટેસ્લાને ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના પર ગંભીરતાથી વિચાર કરવા પ્રોત્સાહિત કર્યા છે.


ટેસ્લા તેના નવા પ્લાન્ટના સ્થાન પર કાળજીપૂર્વક વિચાર કરી રહી છે. જો કે હજુ સુધી કોઈ સ્થાન નક્કી કરવામાં આવ્યું નથી, ટેસ્લા પ્લાન્ટ માટે સંભવિત સૂચિ મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા ઓટોમોટિવ હબ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ સિવાય ઈલોન મસ્કની ભારત મુલાકાત પછી ઘણું સ્પષ્ટ થઈ જશે કે ભારત માટે ટેસ્લાની શું યોજનાઓ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application