દરરોજ ૧૨૦૦ બસ અને ૫૦ હજાર મુસાફરોની અવર જવર ધરાવતા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી બસપોર્ટથી જુનાગઢ જતી તમામ એસટી બસો ફૂલ પેક દોડી રહી છે. જ્યારે આવતીકાલથી જરૂરિયાત જણાયે એક્સ્ટ્રા બસ દોડાવાશે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય પરિવહન અધિકારી વિમલભાઇ ડાંગરએ જણાવ્યું હતું કે, હાલમાં એક્સ્ટ્રા બસ તૈનાત રાખવામાં આવી છે અને મુસાફરોનો ધસારો વધશે કે તુરંત સેવામાં મુકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં સ્નાન કર્યા બાદ હવે યાત્રિકોએ જૂનાગઢ મહા શિવરાત્રીના મેળાનો ધર્મલાભ લેવા ધસારો શરૂ કર્યો છે, સનાતન હિન્દુ ધર્મની પરંપરા અનુસાર ધર્મ યાત્રા કર્યા બાદ દામોકુંડ સ્નાન કરવાનું અનેરૂ મહાત્મ્ય છે. આથી પ્રયાગરાજથી પરત ફરેલા અનેક યાત્રિકો દામો કુંડમાં સ્નાન માટે પણ જૂનાગઢ જઇ રહ્યા છે.
જુનાગઢ એસટી બસ સ્ટેશનથી ભવનાથ તળેટી જવા બસસેવા
જૂનાગઢ એસટી બસ સ્ટેશનથી મુસાફરોને મેળાના સ્થળ ભવનાથ તળેટી સુધી પહોંચાડવા પણ જૂનાગઢ એસટી ડિવિઝન દ્વારા ખાસ બસ સેવા શરૂ કરાઇ છે જેમાં રૂ.૨૫નું ભાડું વસુલી સૌરાષ્ટ્રભરમાંથી આવતા યાત્રિકોને મેળાના સ્થળ સુધી પહોંચાડવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech