આવા લોકોએ ક્યારેય ન ખાવી મગફળી, પોષક તત્વો મળવાના બદલે થઇ જશે ગંભીર સમસ્યા  

  • November 02, 2023 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિયાળાના દિવસોની શરૂઆત થઇ રહી છે. સામાન્ય દિવસોની સરખામણીએ શિયાળામાં લોકો વધુ મગફળી ખાય છે. મગફળીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. પરંતુ શું કેટલાક લોકોએ મગફળી બિલકુલ ન ખાવી જોઈએ. મગફળી સ્વાસ્થ્ય માટે સારી છે તો કેટલાક લોકોના સ્વાસ્થ્યને નુકસાન પણ કરી શકે છે.


મોટાભાગે લોકો નવરાશના સમયમાં ટાઇમપાસ તરીકે પણ મગફળી ખાય છે. આમ તો તેના ઘણા ફાયદા છે. મગફળીમાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો હોય છે, પરંતુ જો તેની માત્રા વધી જાય તો તે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જે લોકોના શરીરમાં કેટલીક સમસ્યા હોય તેમણે ભૂલથી પણ મગફળી ન ખાવી જોઈએ, નહીં તો તેઓ બીમાર પડી શકે છે.


સંધિવાથી પીડિત દર્દીએ મગફળી ન ખાવી જોઈએ. કારણ કે આર્થરાઈટીસના દર્દીઓને વારંવાર સાંધામાં દુખાવો થતો હોય છે, જો તેઓ મગફળી ખાય તો આ સમસ્યા ગંભીર બની શકે છે. જે લોકો સ્થૂળતાથી પીડિત છે એટલે કે જેમનું વજન ઘણું વધી ગયું છે. તેઓએ મગફળી ખાવાનું પણ ટાળવું જોઈએ. મગફળીમાં ઘણી બધી કેલરી હોય છે. જેના કારણે વજન વધી શકે છે. આવા લોકોએ મગફળી ખાવાનું ટાળવું જોઈએ.


જે લોકોને પેટને લગતી સમસ્યાઓ જેવી કે પેટ ફૂલવું, પેટમાં દુખાવો હોય તેમણે મગફળી ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે મગફળી આ રોગને વધુ વધારી શકે છે. કેટલાક લોકોને મગફળી ખાધા પછી એલર્જી પણ થવા લાગે છે. મગફળીમાં પોષક તત્વો મળી આવે છે. તેમાં સોડિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે વધુ પડતી મગફળી ખાઓ છો તો શરીરમાં સોડિયમની માત્રા વધે છે અને બીપી પણ હાઈ થઈ શકે છે.

 
ભોજન વચ્ચે મગફળી ખાઈ શકાય છે. તે સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ જો તમે મર્યાદા કરતા વધારે ખાશો તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. તેથી મગફળી ખાતી વખતે તેની માત્રાનું ખાસ ધ્યાન રાખો. મગફળીમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. તેમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત, તેમાં તંદુરસ્ત ચરબી (મોનોસેચ્યુરેટેડ ચરબી) જોવા મળે છે. તેમાં રેઝવેટ્રાલ અને ફાયટોસ્ટેરોલ જેવા પોષક તત્વો પણ મળી આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ આવી કોઈ બીમારીથી પીડિત વ્યક્તિએ મગફળીને આહારનો ભાગ બનાવતા પહેલા ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લેવી.


​​​​​​​


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application