સલમાન ખાન બાદ ફરી એકવાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે તેના પિતા સલીમ ખાનને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. સલીમ ખાન મોર્નિંગ વોક માટે ગયો હતો.ત્યારે બુરખામાં એક અજાણી મહિલાએ તેને ધમકી આપી હતી. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ કોઈએ પ્રૅન્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ મુંબઈની બાંદ્રા પોલીસે આ મામલામાં કાર્યવાહી હાથ ધરી છે અને આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો
દરરોજની જેમ સલમાન ખાનના પિતા સલીમ ખાન 18મી સપ્ટેમ્બરે સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તે સવારે 8.45ની આસપાસ બેન્ડસ્ટેન્ડ પર ચાલી રહ્યા હતા, ત્યારે તેને થાક લાગ્યો અને તે બેન્ચ પર બેસી ગયા. તે જ સમયે, એક વ્યક્તિ ગેલેક્સી બાજુથી બેન્ડસ્ટેન્ડ તરફ સ્કૂટર પર જઈ રહ્યો હતો અને તેની પાછળ બુરખો પહેરેલી એક મહિલા પણ હતી. ત્યારે તે વ્યક્તિ યુ-ટર્ન લઈને સલીમ ખાન પાસે આવ્યો. સ્કૂટર પર સવાર મહિલાએ તેને ધમકાવ્યો અને કહ્યું, 'શું હું લોરેન્સ બિશ્નોઈને મોકલું?' સ્કૂટીનો નંબર 7444 હતો. ધમકી આપ્યા બાદ જ સ્કૂટર સવારો ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે સ્કૂટર પર સવાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી અને તેને શોધી કાઢ્યો.
આરોપીની ધરપકડ
સલીમ ખાન સ્કૂટરનો પૂરો નંબર જોઈ શક્યા ન હતા. મળેલી માહિતી અનુસાર, પોલીસે કેસ નોંધી લીધો છે અને સ્કૂટર ચાલક સહિત બુરખો પહેરેલી મહિલાની શોધ પૂર્ણ કરવામાં આવી છે. અને તેજ સમયે એક બીજો મામલો પ્રકાશમાં આવ્યો હતો એક બાઇક સવાર યુવક સલમાનની કારનો પીછો કરતો જોવા મળ્યો હતો. જ્યારે બાઇક સવાર શંકાસ્પ દલાગ્યો , ત્યારે તેની ગેલેક્સી નજીકથી ધરપકડ કરવામાં આવી.
સલમાન ખાન શહેરની બહાર છે
સલમાન ખાન હાલમાં શહેરની બહાર છે. ગઈકાલે રાત્રે તે કડક સુરક્ષા વચ્ચે મુંબઈ એરપોર્ટથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાનના પરિવારને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકી મળી હોય. અગાઉ પણ ઘણી વખત ધમકીઓ મળી છે. વર્ષોથી આવું થતું આવ્યું છે. તાજેતરમાં જ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો મામલો પણ સામે આવ્યો હતો. આ મામલામાં પોલીસ કાર્યવાહી પણ ચાલી રહી છે અને તેમાં ઘણી ધરપકડ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech