યુએસના યોર્જિયાની શાળામાં ૧૪ વર્ષીય છાત્રે કયુ ફાયરિંગ, ચારનાં મોત

  • September 05, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના યોર્જિયાની એક હાઈસ્કૂલમાં ૧૪ વર્ષના એક વિધાર્થીએ કરેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા ૪ લોકોના મોત થયા હતા જયારે ૩૦ને ઈજા પહોચી છે. વિન્ડરમાં અપાલાચી હાઇસ્કૂલમાં થયેલા ગોળીબારના પગલે ઘડીભર નાસભાગ મચી ગાઈ હતી. શાળાના પ્રવકતાએ જણાવ્યું હતું કે સ્થિતિ પર નિયંત્રણમાં છે. વિધાર્થીઓને બપોરે રજા આપી દેવામાં આવી હતી.
શંકાસ્પદની ઓળખ ૧૪ વર્ષીય કોલ્ટ ગ્રે તરીકે કરવામાં આવી હતી, જે શાળાનો વિધાર્થી હતો. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. કથિત શૂટર પર હત્યાનો આરોપ મૂકવામાં આવશે અને પુખ્ત તરીકે હેન્ડલ કરવામાં આવશે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પીડિતોની ઓળખ મેસન શર્મરહોર્ન, ૧૪, ક્રિશ્ચિયન એંગ્યુલો, ૧૪, અને શિક્ષકો રિચાર્ડ એસ્પિનવોલ, ૩૯, અને ક્રિસ્ટીના ઇરીમી, ૫૩ તરીકે કરવામાં આવી હતી. શાળાની વેબસાઇટ અનુસાર, એસ્પિનવોલ અને ઇરીમી બંને ગણિત શિક્ષકો હતા.
આ ઘટનાને નજરે જોનારા વિધાર્થી સર્જિયો કાલ્ડેરાએ જણાવ્યું હતું કે યારે તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો ત્યારે તે કેમેસ્ટ્રીના વર્ગમાં હતો. ૧૭ વર્ષીય કાલ્ડેરાએ જણાવ્યું કે તેના શિક્ષકે દરવાજો ખોલ્યો અને અન્ય શિક્ષક દોડીને આવ્યા અને તેમને દરવાજો બધં કરવાનું કહ્યું કારણ કે એક વ્યકિત ગોળીબાર કરી રહ્યો હતો. યારે વિધાર્થીઓ અને શિક્ષકો મમાં એકઠા થયા ત્યારે કોઈએ તેમના વર્ગખંડનો દરવાજો જોરથી ખટખટાવ્યો અને તેને ખોલવા માટે ઘણી વખત બૂમો પાડી. યારે દરવાજો ખટખટાવાનું બધં થયું તો કાલ્ડેરાએ વધુ ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. તેણે લોકોની ચીસો પણ સાંભળી હતી.
નોંધનીય છે કે છેલ્લા બે દાયકામાં અમેરિકામાં શાળાઓ અને કોલેજોની અંદર ફાયરિંગની અનેક ઘટનાઓ બની છે. આમાંથી સૌથી ભયાનક ઘટના ૨૦૦૭માં વર્જિનિયા ટેક ખાતે બની હતી, જેમાં ૩૦ થી વધુ લોકોના મોત થયા હતા. આ હત્યાકાંડે અમેરિકાના ગન કાયદાઓ અને યુએસ બંધારણમાં બીજા સુધારા અંગે માંગ ઉઠી હતી, જે હથિયાર રાખવાના અધિકારની બાંયધરી આપે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application