S. T. બસમાં જ દારુની હેરફેર માટે બનાવાયું ચોરખાનું, દીવથી ખેપ મારતા ઝડપાયા ડ્રાઇવર અને કન્ડક્ટર

  • March 01, 2023 10:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફરીવાર કેન્દ્ર્શાશિત પ્રદેશ દીવથી દારૂની હેરફેર થતી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે, સંઘ પ્રદેશ દિવ થી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનો કીમિયો નાકામ થયો છે.
​​​​​​​

સમગ્ર ઘટના મામલે એસ.ટી બસ ના ડ્રાઇવર અને કન્ડક્ટરની અટકાયત કારવામાં આવી છે. વણાકબારા પોરબંદર રૂટ ની એસ.ટી બસ માંથી ઝડપાયો હોવાની પ્રાથમિક માહિતી છે. ST બસમાં જ ચોરખાનું બનાવી વિદેશી દારૂ ઘુસાડવા આવતો હતો.

બાતમીના આધારે ગીરસોમનાથ LCB એ ચેકપોસ્ટ પર થી જ દારુ સાથે બસ ના ડ્રાઇવર અને કન્ડક્ટરને ઝડપી પાડ્યા છે. એસ.ટી બસ ના ડ્રાઇવર કન્ડક્ટર સહિત વિદેશી દારૂનો જથ્થો આપનાર બાર સંચાલક વિરુદ્ધ પણ ગુન્હો નોંધાયો છે. આશરે 40 હજાર ની કીમત નો વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application