શેરબજાર ડાઉન : આજે પણ નુકસાન સાથે શરૂઆત

  • March 14, 2024 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે મોટા કડાકા બાદ આજે સપ્તાહના ચોથા દિવસે પણ બજાર ડાઉન જોવા મળી રહ્યું છે. આજે, બંને મુખ્ય સૂચકાંકો બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટીએ નુકસાન સાથે શરૂઆત કરી. સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ 225 પોઈન્ટથી વધુ ઘટીને 72,550 પોઈન્ટની નીચે હતો. નિફ્ટી 45 પોઈન્ટના ઘટાડા સાથે 21,950 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો.


પ્રી-ઓપન સેશનમાં બજાર ઘટ્યું હતું. માર્કેટમાં ટ્રેડિંગ સેશન શરૂ થાય તે પહેલા પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 72,500 પોઈન્ટની નજીક આવી ગયો હતો. નિફ્ટી ઇન્ડેક્સમાં 50 પોઇન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહના ત્રીજા દિવસે, સેન્સેક્સ 906.07 પોઈન્ટ (1.23 ટકા) ઘટીને 72,761.89 પોઈન્ટ પર બંધ થયો હતો. એનએસઈનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 338 પોઈન્ટ (1.51 ટકા) ઘટીને 21,997.70 પોઈન્ટ પર પહોંચ્યો હતો. તાજેતરના સમયમાં બજારમાં એક દિવસનો આ સૌથી મોટો ઘટાડો છે.
​​​​​​​

આ ઘટાડો બજારમાં ચારે બાજુ જોવા મળ્યો હતો. ભારે વેચવાલી દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી જેવા મોટા સૂચકાંકોમાં દોઢ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નાના શેરોના સૂચકાંકોમાં 6 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ ઇન્ડેક્સ 5 ટકા, મિડ કેપ ઇન્ડેક્સ 4 ટકા અને એસએમઇ ઇન્ડેક્સ 6 ટકા ઘટ્યો હતો.


બજારને બહારથી પણ કોઈ સપોર્ટ નહી 

આજે બજારને બહારથી પણ સપોર્ટ નથી મળી રહ્યો. એક દિવસ અગાઉ અમેરિકન બજારો મિશ્ર સેન્ટિમેન્ટ સાથે બંધ થયા હતા. વોલ સ્ટ્રીટ પર, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ નજીવો 0.1 ટકા વધ્યો, નાસ્ડેક 0.54 ટકા અને એસ એન્ડ પી  500 0.19 ટકા ઘટ્યો. એશિયન બજારો પણ આજે ઘટ્યા. જાપાનનો નિક્કી 0.45 ટકાના નુકસાનમાં છે. ટોપિક્સ 0.21 ટકા ઘટ્યો છે. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં થોડો ઉછાળો છે.


હાલ મોટા શેરો પણ ખોટમાં 

મોટાભાગના મેગા શેર્સ શરૂઆતના વેપારમાં ખોટમાં છે. સેન્સેક્સના 30માંથી 19 શેરો ઘટ્યા છે. શરૂઆતના સત્રમાં બજાજ ફાઇનાન્સ સૌથી વધુ દોઢ ટકાના નુકસાનનો સામનો કરી રહ્યું હતું. આ સિવાય ટીસીએસ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, જેએસડબલ્યુ સ્ટીલ જેવા શેર પણ એક-એક ટકાથી વધુ તૂટ્યા હતા. બીજી તરફ પાવર ગ્રીડ કોર્પોરેશન સૌથી વધુ 1.43 ટકા વધ્યો હતો. એનટીપીસીનો શેર પણ 1 ટકાથી વધુ મજબૂત હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application