દેશનું બજેટ સપ્તાહ આજથી શરૂ
ત્રણ દિવસના ગેપ બાદ શેર માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું
ઓપનિંગમાં જ ૧૪૦૦ શેર ઉછાળા સાથે ખુલ્યા
ત્રણ દિવસના બંધ રહ્યા બાદ આજે શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે જ ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. બીએસઇ પર સેન્સેક્સ ૩૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧,૧૪૫ પર ખુલ્યો હતો. અને એનએસઇ પર નિફ્ટી ૦.૫૮%ના વધારા સાથે ૨૧,૪૭૬ પર ખુલ્યો હતો. આજના ટ્રેડિંગ દરમિયાન યસ બેંક, ડીએલએફ અને વેદાંત ફોકસમાં રહેશે. આજે શેરબજારની શરૂઆત જબરદસ્ત મોમેન્ટમ સાથે થઈ છે અને ઓપનિંગમાં જ ૧૪૦૦ શેર ઉછાળા સાથે ખુલ્યા છે. નિફ્ટી અને સેન્સેક્સે ઓપનિંગ સમયે જંગી વધારો દર્શાવ્યો છે. બેન્ક નિફ્ટીમાં હાઇ સ્પીડ સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. દેશનું બજેટ સપ્તાહ આજથી શરૂ થઈ ગયું છે અને સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થશે અને દેશનું બજેટ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ રજૂ કરવામાં આવશે.
નિફ્ટીએ ફરી એકવાર ૨૧,૫૦૦ની સપાટી વટાવી છે. સવારે ૯.૩૦ કલાકે સેન્સેક્સ ૧૮૦.૯૫ પોઈન્ટ અથવા ૦.૮૫%ના ઉછાળા સાથે ૨૧,૫૩૩ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સ ૫૫૨.૮૦ પોઈન્ટ અથવા ૦.૭૮%ના વધારા સાથે ૭૧,૨૫૩ પર પહોંચી ગયો છે. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૪૦ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને ૧૦ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં અદાણી એન્ટરપ્રાઇઝ ૫.૯% અને ઓએનજીસી ૪.૧૭% હાઇ છે. અદાણી પોર્ટ્સ ૩.૭૪% અને સન ફાર્મા ૩.૫% વધ્યો છે. એસબીઆઇ લાઇફ પણ ૨.૪૪% વધ્યો છે.
બીએસઇ સેન્સેક્સના ૩૦ માંથી ૨૫ શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર ૫ શેરો એવા છે જે ઘટી રહેલી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. વધતા શેરોમાં સન ફાર્મા ૨.૫૫% વધીને ટોપ ગેઇનર રહ્યો હતો. એનટીપીસીમાં ૧.૭૨% અને પાવર ગ્રીડમાં ૧.૬૩%નો વધારો થયો છે. કોટક મહિન્દ્રા બેન્ક ૧.૫૯% અને એક્સિસ બેન્કમાં પણ ૧.૫૨% સાથે ટ્રેડ થઇ રહ્યા છે.
બીએસઈનો સેન્સેક્સ ૨૬૭.૪૩ પોઈન્ટ અથવા ૦.૩૮%ના વધારા સાથે ૭૦,૯૬૮ના સ્તરે ખુલ્યો છે અને એનએસઈનો નિફ્ટી ૮૦.૫૦ પોઈન્ટ અથવા ૦.૩૮%ના વધારા સાથે ૨૧,૪૩૩ના સ્તરે ખુલ્યો છે. આજે બીએસઇ સેન્સેક્સ ૧૨૨.૮૪ પોઈન્ટ અથવા ૦.૧૭%ના વધારા સાથે ૭૦,૮૨૩ ના સ્તર પર આગળ વધી રહ્યો હતો. પ્રી-ઓપનિંગમાં એનએસઇ નિફ્ટી ૪૫.૯૦ પોઈન્ટ અથવા ૦.૨૧% વધીને ૨૧,૩૯૮ના સ્તર પર હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech