BREAKING NEWS

જામનગરના માધવબાગ-૧માં મંદિરની દાનપેટીમાંથી રોકડની ચોરી

  • July 01, 2026 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  ↵

જામનગરના માધવબાગ-૧માં મંદિરની દાનપેટીમાંથી રોકડની ચોરી

પુજારીની ફરીયાદના આધારે અજાણ્યા શખ્સની તલાશ : સીસી ફુટેજની ચકાસણી

જામનગર માધવ બાગ-૧ વિસ્તારમાં આવેલ મંદિરની દાનપેટી તોડીને અજાણ્યો શખ્સ રોકડ રકમ ચોરી કરી ગયો છે. આ અંગે પુજારી દ્વારા અજાણ્યા ઇસમ વિરુઘ્ધ ફરીયાદ કરતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.

જામનગરના માધગબાગ-૧માં રહેતા પુજારી કેશવદાસ હીરાદાસ કાપડી (ઉ.વ.૬૦)એ ગત રાત્રીના સીટી-સી ડીવીઝનમાં અજાણ્યા ઇસમ વિરુઘ્ધ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે. જેની તપાસ પીએસઆઇ ઝાલા ચલાવી રહયા છે.

વિગત અનુસાર માધવબાગ-૧ શેરી નં. ૬માં આવેલ માધેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ફરીયાદી પુજારી હોય અને ગત તા. ૨૯ના કોઇપણ સમય દરમ્યાન મંદિર બંધ કરીને તેઓ ઘરે ગયા હતા એ પછી અજાણ્યા શખ્સ મંદિરની દિવાલ ટપી અંદર ગેરકાયદે પ્રવેશી દાનપેટી તોડીને તેમાથી અંદાજે ૧૫ હજારની રોકડની ચોરી કરીને લઇ ગયા હતા. આ બાબતની જાણ થતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો સીસી ફુટેજ ચેક કરવા સહિતની તપાસ આદરવામાં આવી છે.

​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application