૧૪૭ ગામોમાં સરદાર પટેલના સ્ટેચ્યુ અનાવરણ કરાવ્યા

  • December 06, 2023 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાબરા તાલુકાના ચમારડી ગામના વતની અને સુરતના અગ્રણી બિલ્ડર અને ડાયમંડ કિંગ ગણાતા ગોપાલભાઈ પ્રાગજીભાઈ વસ્તરપરા દ્વારા જ્ઞાતિ જાતીના ભેદભાવ વગર બિન રાજકીય કામગીરીી છેલ્લા  કેટલાક સમયમાં ઉદાર હો પોતાની સખાવતો ધોધ વહાવી રહ્યાની સર્વે સમાજ નોંધ રાખી વખતો વખત સન્માનિત કરવામાં આવી રહ્યા છે.



તેમના દ્વારા અગાઉ ૧૦૦૦ ઉપરાંત ક્ધયા ઓના સમૂહ લગ્નો અને લોખંડી પુરુષ સરદાર વલ્લ ભભાઇ પટેલની ૧૪૭મી જયંતી નિમિતે  બાબરા અને લાઠી તાલુકા સહિતમાં ૧૪૭ સ્ટેચ્યુ અર્પિત કરી ગામો ગામ આગેવાનો સો રાખી સરદાર ચોકમાં સ્ટેચ્યુના અનાવરણ કરી ચુક્યા છે અને ગત જન્મ જયંતીના દિવસે ૧૪૮ વલ્લ ભ નામ ધારી ઓને સન્માનિત કરી સરદારના તૈલી ચિત્રો અર્પિત કરવામાં આવ્યા હતા.



તેમના દ્વારા સરદાર પટેલની આગામી ૧૫૦મી જયંતિ ૨૦૨૫ સુધીમાં ગુજરાત રાજ્યના ૫૦૦૦ જેટલા ગામોમાં આઠ ફૂટની હાઈટ ધરાવતા સ્ટેચ્યુ મુકવા સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે અને જેના ભાગ ‚પે આવતી કાલ તા.૫/૧૨/૨૩ના ચમારડી ગામે પોતાના રાધે ફાર્મ ખાતે અમરેલી જીલ્લાના વડીયા અને કુકાવાવ તાલુકાના ૨૫ જેટલા ગામોના આગેવાનોને ધામે ધૂમે  સ્ટેચ્યુ અર્પિત કરવામાં આવશે. અને ગામો ગામ સ્ટેચ્યુ અનાવરણ કાર્ય ગ્રામજનોની આગેવાનીમાં શે.



સરદાર પ્રેમી ગણાતા અને વિવિધ સમાજ માટે ભામાશાની ઉપમા ધરાવતા ગોપાલભાઈ પ્રાગજીભાઈ વસ્તરપરા દ્વારા ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ખાતે અગિયાર કરોડનું મંદિર નિર્માણ માટે પોતાનું અનુદાન સહિત કોરોનો કાળ સમતે અન્નક્ષેત્રો દવા કીટ સહીત ચમારડી ખાતે ભવ્ય ગૌશાળા નિર્માણમાં યોગદાન અને પાળીયાદ વિહળધામ ખાતે મુખ્ય પ્રવેશ દ્વારો ગરીબ પરિવારની દીકરી માટે અભ્યાસ સહાયમાં મોખરે રહી ઉદાર સખાવતી તરીકે ખ્યાતી પામ્યા છે.
આવનારા ૨૦૨૫માં સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતી નિમિતે ૫૦૦૦ સ્ટેચ્યુ અનાવરણ કરવાના સંકલ્પની સાોસા ૨૫ જેટલા ગામો માટે સ્ટેચ્યુ વિતરણ કાર્ય શે અને આગામી કાર્યો માટે તેમની યુવા ટીમો કાર્યવંત શે તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application