ભાવનગરના ડમી કાંડમાં પીકે ઉર્ફે પ્રકાશ દવે અને પ્રદીપ બારીયાને નિવેદન કોર્ટમાં રજુ કરાયા

  • May 06, 2023 08:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગરના ડમી કૌભાંડમાં ઝડપાયેલા પીકે પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા ને આજે ભાવનગરની કોર્ટમાં નિવેદન લેવા માટે રજૂ કરવામાં આવ્યા હતા અને બંધ બારણે બંનેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા


ભાવનગરના ડમી કૌભાંડમાં સૌપ્રથમ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પીકે ઉર્ફે પ્રકાશ દવે સહિત પ્રકાશ બારૈયા ને ઝડપી લીધા હતા અને ડમી કૌભાંડનો પરદાફાશ થયો હતો દરમિયાનમાં ક્રમશ બંનેના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને રિમાન્ડની અવધી પૂર્ણ થતા ગમીકાંડના મુખ્ય સૂત્રધાર પીકે ઉર્ફે પ્રકાશ દવે અને પ્રદીપ બારીયા ને જેલ હવાલે કરવામાં આવ્યા હતા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ની ટીમ દ્વારા આજે પીકે ઉર્ફે પ્રકાશ દવે અને પ્રદીપ બારીયા ને નિવેદન નોંધવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને બંધ બારણે બંનેના નિવેદન નોંધી પરત જેલ હવાલે કરવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application