કોર્પોરેશનના પટાંગણમાં રૂ.૮.૪૬ કરોડના ખર્ચે બનશે અદ્યતન જનરલ બોર્ડ બિલ્ડીંગ

  • January 07, 2023 07:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરનો વિકાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, એક પછી એક નવા પ્રોજેકટો થઇ રહ્યા છે, લાંબા સમયથી જે બિલ્ડીંગની આશા હતી તે નગરસેવકો માટે બેસવાનું જનરલ બોર્ડ હવે અદ્યતન બનશે, રૂ.૮.૪૬ કરોડના ખર્ચે કોર્પોરેશનના પટાંગણમાં પાછળના ભાગમાં ફાયર બ્રિગેડ કવાર્ટરની સામે જનરલ બોર્ડનું નવું બિલ્ડીંગ બનશે તેમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવશે, જામનગરની સ્ટાર્ન્ડડ બિલ્ડકોન કંપનીને આ કામ સોંપી દેવામાં આવ્યું છે અને એક વર્ષમાં આ અદ્યતન બિલ્ડીંગ પૂર્ણ કરી દેવામાં આવશે. 



ડીએમસી ભાવેશ જાની અને પ્રોજેકટ પ્લાનીંગ શાખાના કાર્યપાલક ઇજનેર રાજેશ જાનીના માર્ગદર્શન હેઠળ હવે આ પ્રોજેકટ શરૂ કરી દેવામાં આવ્યો છે, નવા જનરલ બોર્ડની બિલ્ડીંગમાં અનેકવિધ સુવિધાઓ આપવામાં આવશે, ખાસ કરીને પાર્કિંગ એરિયામાં ૨૫ કાર અને ૩૫ ટુ-વ્હીલર પાર્ક કરી શકાશે, એન્ટ્રેસ પોર્ચને અત્યાધુનિક બનાવવામાં આવશે અને ગ્રાઉન્ડ ફલોર ઉપર પ્રથમ માળે ૧૫૦ નગરસેવકો બેસી શકે તેવી અદ્યતન સુવિધાવાળી બિલ્ડીંગ બનશે જેમાં લીફટની સગવડ પણ હશે. 



આ ઓડીટોરીયમમાં અધિકારીઓ અને પદાધિકારીઓ બેસી શકે તે માટે વિશાળ સ્ટેજ પણ હશે, એટલું જ નહીં વેઇટીંગ એરિયા, વીઆઇપી લોન્ચ, સાઉન્ડ ક્ધટ્રોલ રૂમ, કમિટી ચેમ્બર, રેકોર્ડ રૂમ, ટોયલેટ બ્લોક, પેન્ટ્રી, ફાયર એકઝીટ, મેઝાઇન ફલોર, ઇલેકટ્રીક રૂમ પણ રહેશે. ઘણા વખતથી આ પ્રશ્ર્ન લટકતો રહ્યો હતો અને નાણા ન હોવાના કારણે જનરલ બોર્ડ બિલ્ડીંગ ગૃહમાં પાસ થઇ ગયું હોવા છતાં પણ બનાવી શકાયું નથી, જો કે ચારેક વર્ષ પહેલા તેનો પ્રોજેકટ કોસ્ટ હતો તેમાં ભાવ વધારો થવાથી લગભગ ૪૦ ટકા રકમ વધી ગઇ છે. 



કોર્પોરેશનમાં હાલમાં શાસક અને વિરોધ પક્ષના થઇને કુલ ૫૦+૧૪ એટલે કે ૬૪ કોર્પોરેટરો છે, ઉપરાંત મેયર, ડે.મેયર, કમિશ્નર, ડીએમસી અને સેક્રેટરી ઉપરાંત લગભગ ૨૦ થી ૨૫ જેટલા અધિકારીઓ પણ જનરલ બોર્ડમાં સ્ટેજ ઉપર હાજર રહેે છે, હાલમાં ટાઉનહોલમાં વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ થોડા સમયમાં જ ટાઉનહોલનું પણ રિપેરીંગ કામ શરૂ થશે ત્યારે જનરલ બોર્ડ કયાં બેસાડવું તેવો પણ પ્રશ્ર્ન થશે, જો કે હવે તો બે મહીને જનરલ બોર્ડ મળતું હોય ખાસ કોઇ તકલીફ નહીં પડે. 



જામનગરને વિકાસના લગતા કામોમાં મેયર બિનાબેન કોઠારી, ચેરમેન મનીષ કટારીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા સહિતના પદાધિકારીઓ સતત જામનગર સ્માર્ટ સીટી બને તે માટે પ્રયાસ કરી રહ્યા છે, જામનગરને ફરતો રિંગ રોડ, ભુજીયો કોઠો, ત્રણ દરવાજા રેસ્ટોરેશન, ખંભાળીયા ગેઇટ રેસ્ટોરેશન, સૌરાષ્ટ્રમાં લાંબામાં લાંબો ઓવરબ્રિજ, સાયન્સ સીટી જેવા પ્રોજેકટો આ વર્ષમાં શરૂ થઇ ગયા છે, જનરલ બોર્ડના બિલ્ડીંગનું કામ ઝડપભેર શરૂ થશે તેમ નાયબ કાર્યપાલક ઇજનેર રાજીવ જાનીએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, જેમ બને તેમ આ બિલ્ડીંગનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને ગુણવતાભેર બિલ્ડીંગ બને તે માટે સતત વોચ રાખવામાં આવશે. 



નવા જનરલ બોર્ડના બિલ્ડીંગનું એલીવેશન પણ આકર્ષક થશે, ખાસ કરીને આ બિલ્ડીંગમાં વીઆઇપીઓ માટે લોન્જ રાખવામાં આવશે અને ત્રણ ચેમ્બર પણ બનાવવામાં આવશે જેમાં કમિટી ચેમ્બર રહેશે, ખાસ કરીને વિશાળ સ્ટેજ રાખવામાં આવશે અને ફુલી એરક્ધડીશનર ઓડીટોરીયમ બનાવવામાં આવશે. 
ફાયર બ્રિગેડ કવાર્ટરની સામેની બાજુમાં જે જગ્યા છે ત્યાં જ આ બિલ્ડીંગ બનશે અને તે માટેના વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે, ખુદ મહાપાલિકાના સભ્યો આ આધુનિક જનરલ બોર્ડ બિલ્ડીંગમાં બેસીને લોકોના પ્રશ્ર્નોની રજૂઆત કરે તે માટે છેલ્લા કેટલાય સમયથી સભ્યોની માંગ હતી તે હવે પૂર્ણ થશે.



અગાઉ પ્રોજેકટ પ્લાનીંગમાં કામી કરી ચૂકેલા અને હાલના ડીએમસી ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ જામનગરને અનેકવિધ પ્રોજેકટો મળ્યા છે અને હવે તેઓ સીટી ઇજનેર અને ડીએમસી બન્યા બાદ પ્રોજેકટ પ્લાનીંગ શાખા સાથે સતત તાલમેલ રાખીને જામનગરના વિકાસ કાર્યો ઝડપભેર ચાલે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. આમ જામનગરને એક નવું જનરલ બોર્ડનું બિલ્ડીંગ એક વર્ષના ગાળા બાદ મળશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application