ખેતી તથા બિનખેતીના પ્રિમિયમના મૂલ્યાંકનની પ્રવર્તમાન ૧૫ કરોડની મર્યાદા વધારી ૨૫ કરોડ કરાઈ
રાજ્ય સરકાર દ્વારા જમીનના હેતુફેર મામલે કલેક્ટરની સત્તામાં વધારો કરાયો છે. કોઈ ખેતીલાયક જમીનને ખેતી સિવાયના હેતુ માટે વાપરવા માટે જમીનનો 'હેતુફેર' કરાવવો પડે. જેના માટે કલેકટર કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. રહેણાંક કે કૉમર્શિયલ ઇમારત ઊભી કરતા પહેલાં જમીનને 'NA' એટલે કે નૉન-ઍગ્રિકલ્ચર બિનખેતી કરાવવી પડે છે.
પહેલાના ઠરાવ મુજબ ગણોતધારા સહિતની નવી અને અવિભાજય શરતની જમીનોને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા માટેની જોગવાઈ મુજબ જો જમીનની કિમત રૂ. ૧૫ કરોડથી વધારે હોય તો તેના મુલ્યાંકન માટે રાજ્ય સરકારને મોકલી આપવાના રહેતા હતા. પરંતુ હવે કરાયેલા સુધારા મુજબ પ્રિમિયમ અંગેના કેસોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે કલેકટર પદે સત્તામાં વધારો કરાયો છે.
૦૮.૦૬.૨૦૨૦ના ઠરાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ખેતી તથા બિનખેતીના પ્રિમિયમના મૂલ્યાંકનની હાલની ૧૫ કરોડ ની મર્યાદા વધારી ૨૫ કરોડ કરવામાં આવી છે. રૂ.૨૫ કરોડથી વધારે મુલ્યાંકન થતું હોય તે રાજ્ય સરકારને મોકલી આપવાના રહેશે.
કાયદાની ભાષા મુજબ જમીન બે પ્રકારની હોય છે. એક ખેતીલાયક જમીન અને બિનખેતી લાયક જમીન. સામાન્ય રીતે બિનખેતી લાયક જમીન કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે. પરંતુ ખેતીલાયક જમીન ખરીદવા માટે ખરીદનારી વ્યક્તિ પાસે ચોક્કસ લાયકાત અને દસ્તાવેજ હોવા અનિવાર્ય છે. જેમાં નવી શરતની જમીન વેચવા માટે તેને જૂની શરતની જમીન બનાવવી પડે છે. વ્યક્તિને વારસામાં મળી હોય અથવા ગણોત હક વગરની જમીન ખરીદીને માલિક બન્યા હોય, તો આવી જમીનને 'જૂની શરતની જમીન' કહેવામાં આવે છે. આ પ્રકારની જમીન ખરીદવા માટે વ્યક્તિ ખેડૂત હોવી જરૂરી છે.
જે વ્યક્તિને ગણોત હક દ્વારા જમીન મળી હોય, જમીનનું ભાડું ચૂકવાતું હોય, ખેતી માટે, ઉદ્યોગ માટે, મીઠું પકવવા માટે વગેરે યોજનામાં જમીન મળી હોય, અથવા વૃક્ષ ઉછેર કે સહકારી મંડળી વગેરેને જમીન સરકારે ફાળવી હોય એવી જમીનને 'નવી શરતની જમીન' કહેવામા આવે છે. આ પ્રકારની જમીનમાં જે તે વ્યક્તિને ફક્ત વપરાશનો હક મળે છે. આ પ્રકારની જમીન વેચી શકાતી નથી. નવી શરતની જમીન વેચવા માટે તેને જૂની શરતમાં તબદીલ કરવી પડે છે. કોઈ ખેતીલાયક જમીનને ખેતી સિવાયના હેતુ માટે વાપરવા માટે જમીનનો 'હેતુફેર' કરાવવો પડે. જેના માટે કલેકટર કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. રહેણાંક કે કૉમર્શિયલ ઇમારત ઊભી કરતા પહેલાં જમીનને 'NA' (નૉન-ઍગ્રિકલ્ચર યાને કે બિન-ખેતી) કરાવવી પડે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા માર્યા, પત્ની અને બાળકનું મોત
December 27, 2024 09:53 AMરાજકોટના કણકોટ પાટિયા પાસે ઇનોવેટીવ સ્કૂલની બસ થાંભલા સાથે અથડાઈ, વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા
December 27, 2024 09:29 AMપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech