રાજ્યનું બજેટ આમ જનતાની સુખાકારીમાં વધારો કરશે: દ્વારકા ભાજપ

  • February 26, 2023 12:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના આ બજેટમાં કોઈપણ નવા કરવેરા લાગુ ન કરાતા વિવિધ ક્ષેત્રના ધંધાથીઓ તેમજ નાગરિકોએ રાહતની લાગણી અનુભવી છે.


રાજ્ય સરકારના રૂ. ૩.૦૧ લાખ કરોડના પુરાંતલક્ષી બજેટ સંદર્ભે વિવિધ જોગવાઈઓ તેમજ નાણાકીય ફાળવણીનો અભ્યાસ કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનોએ આ બજેટને આવકારીને વિકાસ લક્ષી ગણાવ્યું છે. દેશના છેવાડાના અને મહત્વના એવા દ્વારકામાં ખાસ વિકાસ તેમજ યાત્રાધામ કોરીડોરના પ્રસ્તાવ સાથે અહીં નવા એક એરપોર્ટના નિર્માણ માટે ખાસ રકમની જોગવાઈ કરવામાં આવતા સમગ્ર જિલ્લાની જનતામાં આનંદની લાગણી જોવા મળી છે. સાથે સાથે અહીં પ્રવાસન તથા યાત્રાધામને વધુ વેગ મળશે તેવા પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા છે.


આમ, વિકાસ લક્ષી મહત્વની સેવાઓ માટે કુલ રૂ. ૧.૯૧ લાખ કરોડની જોગવાઈથી આમ જનતાની સુખાકારીમાં વધારો થશે તેવો મત ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.


રાજ્ય સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા ઉપરાંત ગરીબો લક્ષી કલ્યાણકારી યોજનાઓ માટે પ્રાધાન્ય આપવામાં આવતા આમ જનતા લક્ષી ગણાવી અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, યુવા ભાજપના ઉપપ્રમુખ રાજુભાઈ ભરવાડ, દિનેશભાઈ દતાણી, વિગેરેએ આ બજેટને આવકાર્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application