ધોરાજીમાં સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી સ્ટેટ વિજિલન્સના દરોડા: જુગાર રમતા ૫ ઝડપાયા

  • February 21, 2023 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  ધોરાજી માં અસામાજિક પ્રવુતિઓ કરતા લોકો ને જાણે સ્થાનિક પોલીસ નો કોઈ ડર જ ના હોય એમ લાગી રહ્યું છે વાત છે કોમ્પ્યુટર અને મોબાઈલ ના માધ્યમ થી ચાલતા  ડિજિટલ જુગાર ધામ ના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને આ બાબતે ધોરાજી ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ ધોરાજી ની સ્થાનિક પોલીસ પર હપ્તા ખોરી ના આક્ષેપો લગાવ્યા હતા અને વસોયા એ એમની પ્રતિ ક્રિયા આપતા જણાવેલ હતું કે ડિજિટલ જુગાર ના હાટડાઓ માં યુવાધન બરબાદ થઈ રહ્યો છે અને સ્થાનિક પોલીસ આખ આડા કાન કરી રહી છે અને સ્થાનિક પોલીસ ની રહેમ રાહ હેઠળ ધોરાજી માં ડિજિટલ જુગાર ધામ ચાલતું હોવાના
​​​​​​​
 પણ આક્ષેપો કર્યા હતા વસોયા ના આક્ષેપો બાદ પણ ધોરાજી માં  વરલી મટકા નું હાટડાઓ ધમધમી રહ્યા હોવાની સ્ટેટ વિજિલન્સ ને જાણકારી મળતા સ્ટેટ વિજિલન્સ ની ટીમ આ હાટડાઓ પર ધોરાજી પોલીસ ને અંધારા માં રાખી ને ત્રાટકી હતી અને સ્ટેટ વિજિલન્સ એ રેડ કરી ને વરલી મટકા નું જુગાર રમતા કુલ ૫ જેટલા ઈસમો ને પકડી પાડયા હતા અને ધોરાજી પોલીસ ને ઊંઘતી રાખી અને સ્ટેટ વિજિલન્સ એ આ ઈસમો પર કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી સ્ટેટ વિજિલન્સ ની ટીમ એ રેડ કરતા અનેક સવાલો પણ ઉઠ્યા છે આવનાર દિવસો માં પણ સ્થાનિક પોલીસ સ્ટાફ ની અરસ પરસ બદલી થાઈ એવું સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે સ્ટેટ વિજિલન્સ ટીમે એ કુલ ૧૨૬૩૦ નો મુદ્દામાલ કબજે કરી અને ૫ ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application