JMC વિરોધ પક્ષના નેતાએ સ્ટે.કમિટીમાં રજુ થયેલ બજેટને મુંગેરી લાલના સપના જેવુ ગણાવ્યું

  • February 01, 2023 07:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

JMC વિરોધ પક્ષના નેતાએ સ્ટે.કમિટીમાં રજુ થયેલ બજેટને મુંગેરી લાલના સપના જેવુ ગણાવ્યું

વર્ષ ૨૦૨૩-૨૪ સ્ટે.કમિટી માં રજુ થયેલ બજેટ બાબત.રૂપિયા ૫૩ કરોડ ના વેરા પ્રજા માટે અસહ્ય-નવી યોજનાઓ મુંગેરી લાલના સપના જેવી.


જામનગર મહાનગરપાલિકાનું ૨૦૨૩-૨૪ નું બજેટ જે સ્ટે- કમિટીમાં રજુ થયેલ છે ત્યારે તેમાં રૂપિયા ૫૩ કરોડના અસહ્ય વેરા ગરીબ લોકો ઉપર ઝીકી દેવામાં આવ્યા છે પ્રોપટી ટેક્ષમાં ૩૨ કરોડ અને પાણી વેરામાં ૬ કરોડ વધારો જીકાયો છે તે ગરીબો માટે અસહ્ય છે.ગરીબો માટે આ પ્રકારના વેરા યોગ્ય નથી ઉપરાંત જે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે તે પણ મુંગેરી લાલના સપના જેવી છે.તેમ જામનગર મહાનગરપાલિકા ના વિપક્ષી નેતા એ જણાવીને આ વેરા તાત્કાલિક પાછા ખેચવાની માંગણી કરી છે.

વિપક્ષી નેતા એ એક નિવેદનમાં જણાવીઓ છે કે કોર્પોરેશન પાણી આપતી નથી.માંડ માંડ ૧૪૦ દિવસ પાણી આપવામાં આવે છે અને ૩૬૫ દિવસનો વેરો વસુલ કરવામાં આવે છે લોકોના ખીસામાંથી પૈસા ખંખેરવા જામનગર મહાનગરપાલિકા માહિર ગણાય છે.આ બજેટમાં વાહન ટેક્ષ ૩.૧૭ કરોડ સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં ૨.૮૪ કરોડ સુવરેજ ટેક્ષમાં ૧.૫૦ કરોડ ફાયર અને ગ્રીનરી ચાર્જમાં ૭૮ લાખ લાઈટ ચાર્જમાં ૫.૬૬ કરોડના વેરા નાખી દેવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application