રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવકના શ્રીગણેશ; રૂ.૧૮૦૧માં સોદા

  • August 14, 2023 04:22 PM 

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડ-મુ.બેડી ખાતે આજે વહેલી સવારે મગફળીની નવી આવકના શ્રી ગણેશ થયા હતા અને પ્રતિ ૨૦ કિલોના રૂ.૧૮૦૧ના ભાવે મુહૂર્તના સોદા થયા હતા.

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ જણાવ્યું હતું કે, કાલાવડના ખીમાણી સણોસરા ગામના ખેડૂત પરેશભાઇ નાગજીભાઇ આજે રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે રોહિણી મગફળીની ૧૩ બોરી લઇ આવ્યા હતા અને આ સાથે યાર્ડમાં સિઝનની સૌથી પહેલી મગફળીની આવક નોંધાઇ હતી. મગફળીની પહેલી આવક થતા વિધિવત પૂજન બાદ હરરાજીનો પ્રારંભ કરાયો હતો જેમાં દલાલ રામકૃપા એન્ટરપ્રાઇઝ મારફતે રૂ.૧૮૦૧ના ભાવે મુહૂર્તના સોદા થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application