આજકાલ એઆઈના ઉપયોગથી કંઈપણ શક્ય છે. ભાગ્યે જ એવું કોઈ કામ હશે જે એઆઈની મદદથી ન થઈ શકે. હાલમાં જ એક મહિલાએ પણ એઆઇની મદદથી કંઈક એવું કર્યું છે, જેને જાણીને તમે ચોંકી જશો.
યુકેની એક મહિલાએ તેના બોયફ્રેન્ડને રંગે હાથે પકડવા માટે AI ટૂલની મદદ લીધી હતી. મહિલાએ તેના બોયફ્રેન્ડના અવાજની નકલ કરી અને પછી બોયફ્રેન્ડની એક ફ્રેન્ડને કોલ કર્યો. કોલ દરમિયાન, બોયફ્રેન્ડની મિત્રએ કબૂલાત કરી હતી કે તેઓએ આગલી રાત્રે એકબીજાને કિસ કરી હતી.
બોયફ્રેન્ડને પકડ્યા બાદ યુવતીએ એક વીડિયો બનાવ્યો, જે જોતાં જ ટિકટોક પર વાયરલ થઈ ગયો. વીડિયોની શરૂઆતમાં મહિલા જણાવે છે કે તે તેના બોયફ્રેન્ડના અવાજને ક્લોન કરવા જઈ રહી છે. આ પછી તે તેની બેસ્ટ ફ્રેન્ડને બોલાવશે. આનાથી તેને ખબર પડશે કે ગઈ રાતની ઘટનામાં શું થયું હતું.
ક્લિપમાં, મહિલા કહે છે કે તે તેના બોયફ્રેન્ડના અવાજની નકલ કરવા જઈ રહી છે. આ પછી તે તેની ફ્રેન્ડને ફોન કરે છે. શરૂઆતમાં, મહિલા એ પણ કહે છે કે તેનો બોયફ્રેન્ડ વિચિત્ર વર્તન કરી રહ્યો છે. પછી મહિલાએ તેના બોયફ્રેન્ડની ફ્રેન્ડને ફોન કરીને પૂછ્યું કે ગઈકાલે રાત્રે શું થયું. મને ખૂબ જ વિચિત્ર લાગણી થઈ રહી છે. કશું યાદ નથી આવતું. તો સામેથી મહિલા કહે છે કે તેણે છોકરીને કિસ કરી હતી. આ સાંભળીને યુવતી ચોંકી જાય છે.
જો કે પછી આ પછી યુવતીએ કહે છે કે આ બધુ હકીકત નહિ પણ એક પ્લાન નો ભાગ હતું જેનાથી તેણીએ પોતાની ટેકનિક સમજાવવા માટે આવું કર્યું હતું. યુવતીએ જણાવ્યું કે તેનો હેતુ તેની ટેકનિક વિશે જણાવવાનો હતો. તે અન્ય મહિલાઓને કહેવા માંગે છે કે જો પાર્ટનર છેતરપિંડી કરતો હોય તો તેનો આરામથી ઉપયોગ કરી શકાય.
મહિલાએ ElevenLabsનો ઉપયોગ કરીને તેના બોયફ્રેન્ડનો અવાજ રેકોર્ડ કર્યો હતો. એવું લાગતું હતું કે જાણે માત્ર તેનો બોયફ્રેન્ડ જ વાત કરી રહ્યો હતો. આ કામ માટે મહિલાને માત્ર $4નો ખર્ચ થયો હતો. મહિલાએ જણાવ્યું કે તે અને તેનો બોયફ્રેન્ડ વાસ્તવમાં એક સાથે ખૂબ જ ખુશ છે. મહિલાએ જણાવ્યું કે તે આ યુક્તિનો ઉપયોગ તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથે કરી શકે છે, જેણે તેની સાથે છેતરપિંડી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech