2250 કરોડના ખર્ચે સ્પાઈસ જેટ ટૂંક સમયમાં લક્ષદ્વીપ અને અયોધ્યા માટે શરૂ કરશે ફ્લાઈટ 

  • January 11, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર્લાઈલ એવિએશન પાર્ટનર્સે સ્પાઈસજેટની કાર્ગો આર્મ સ્પાઈસ એક્સપ્રેસને હસ્તગત કરવામાં રસ દર્શાવ્યો ; હાલમાં કંપની પાસે એરલાઈનનો ૭.૩% હિસ્સો


સ્પાઈસ જેટના વડા અજય સિંહે જાહેર કર્યું છે કે તેઓ ટૂંક સમયમાં લક્ષદ્વીપ તેમજ અયોધ્યા માટે ફ્લાઈટ શરૂ કરશે. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને સંબોધતા, તેમણે કહ્યું કે તેઓ એરલાઇનના વધુ વિકાસ માટે રૂ. ૨૨૫૦ કરોડના ફંડનો મોટો હિસ્સો વાપરશે. તેમણે જણાવ્યું હતું કે લક્ષદ્વીપ માટે સરકારની પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ હેઠળ એરલાઇન પાસે વિશેષ અધિકારો છે અને તે ટૂંક સમયમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં તેની હવાઈ સેવાઓ શરૂ કરશે. 


ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ પ્લેનસ્પોટર પર ઉપલબ્ધ માહિતી અનુસાર, સ્પાઈસ જેટ પાસે ૭ જાન્યુઆરી સુધીમાં ૩૯ એરક્રાફ્ટ કાર્યરત હતા. એરલાઇન ચીફનું આ નિવેદન ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે આવ્યું છે. જાણીતું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ ત્યાંના કેટલાક મંત્રીઓએ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ પછી, કેટલીક ઉદ્યોગ સંસ્થાઓ તેમજ ટ્રાવેલ બુકિંગ પ્લેટફોર્મ દ્વારા માલદીવનો બહિષ્કાર કરાયો છે. 


આ દરમિયાન, સિંઘે વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું હતું કે આ રોકાણ સ્પાઇસજેટને દેશમાં વધુ મજબૂત અને વધુ સ્ટેબલ એરલાઇન બનાવશે. કાર્લાઈલ એવિએશન પાર્ટનર્સે સ્પાઈસજેટ અને તેની કાર્ગો આર્મ સ્પાઈસ એક્સપ્રેસને હસ્તગત કરવામાં રસ દર્શાવ્યો છે. ગયા વર્ષે કાર્લાઈલ એવિએશન પાર્ટનર્સે સ્પાઈસ જેટમાં ૭.૩% હિસ્સો ખરીદ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application