ખાસ સાથી પપ્પલપ્રીત સિંહે પોલીસ કસ્ટડીમાં ખોલ્યા અમૃતપાલના રાઝ, આટલા સમયથી ક્યાં અને કોની મદદથી નાસતા હોવાના પણ કર્યા ખુલાસા

  • April 11, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાસતા ફરતા ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહના નજીકના ખાસ માણસ ગણાતા સાથી પપ્પલપ્રીત સિંહની સોમવારે (10 એપ્રિલ) પંજાબ પોલીસે ધરપકડ કરી હતી. હવે પોલીસ તેની પાસેથી અમૃતપાલ વિશે પુછતાછ શરુ કરી રહી છે. 'વારિસ પંજાબ દે'ના ચીફ અમૃતપાલ સિંહનો રાઈટ હેન્ડ ગણાતો 42 વર્ષીય પપ્પલપ્રીત 2022માં દુબઈથી પરત આવ્યા બાદથી જ કટ્ટરપંથી શીખ નેતા સાથે કામ કરી રહ્યો છે. તેણે ખુલાસો કર્યો કે હરિયાણા અને પંજાબ પરત ફરતા પહેલા તેણે હરિયાણા, પટિયાલા, દિલ્હી અને પીલીભીત સહિત વિવિધ સ્થળો પર ગયો હતો. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેણે તમામ ઠેકાણાઓ અને બંને વપરાયેલી કાર, બસની વ્યવસ્થા કરવાની કબૂલાત કરી હતી.


થોડા દિવસો પહેલા વાઇરલ થયેલી તસવીરોમાં પપ્પલપ્રીત સિંહ અમૃતપાલની સાથે જોવા મળ્યો હતો, પટિયાલામાં બલબીર કૌર અને શાહબાદમાં બલજીત કૌર જેમણે બંનેને મદદ કરી હતી તે પણ પપ્પલપ્રીતના અંગત સંપર્કો હતા. દિલ્હીમાં કુલવિંદર કૌર પણ પપ્પલપ્રીતને ઓળખતી હતી. આ બંને પીલીભીતમાં શીખ ઉપદેશક જોગા સિંહના સંપર્કમાં પણ હતા.
​​​​​​​

પપ્પલપ્રીતના કહેવા પ્રમાણે, તેઓ પોલીસની નિર્દયતાથી બચવા ભાગી રહ્યા હતા. સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, પપ્પલપ્રીતે દાવો કર્યો હતો કે તેણે એક સમયે આત્મસમર્પણ કરવાનું વિચાર્યું હતું. વધુમાં, તેણે કબૂલાત કરી હતી કે પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ તમામ વીડિયો અને તસવીરો તેના છે. જો કે, તેણે કહ્યું કે આ સમયે તેનો અમૃતપાલ સાથે કોઈ સંપર્ક નથી. તેણે અનુમાન લગાવ્યું કે તે આ સમયે પંજાબમાં હોઈ શકે છે. તેઓ બંને ગયા અઠવાડિયે અલગ થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application