BREAKING NEWS

જામનગર: પાવર ચોરીના બે કેસમાં ત્રણ ગણો દંડ ફટકારતી સ્પે. કોર્ટ

  • July 08, 2026 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પાવર ચોરીના બે કેસમાં ત્રણ ગણો દંડ ફટકારતી સ્પે. કોર્ટ

ગત તા. ૦૭/૦૮/૨૦૨૨ ના રોજ ચેકીંગ અધિકારી કે. ડી. કોચરા અને તેના સ્ટાફ તેમજ બીજા કેસમાં તા. ૦૯/૦૯/૨૦૨૦ ના રોજ ચેકીંગ અધિકારી એ. આર. પરમાર દ્વારા ગ્રામ્ય સબ ડીવીઝન હેઠળ આવતાં મહાલક્ષ્મી સોસાયટી પાસેના વિસ્તારમાં રહેણાંક મકાનમાં બળવંત ભીખુભા રાઠોડની હાજરીમાં વીજ કનેકશન ચેક કરતાં તેઓ દ્વારા ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં રંગે હાથે પકડાઇ ગયેલ હતા.

જેથી ચેકીંગ અધિકારી દ્વારા સ્થળ પર ચેકીંગ શીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર-૪ તૈયાર કરવામાં આવેલ હતું, ત્યારબાદ ફરીયાદી ભરતકુમાર ભગવાનજીભાઈ ચૌહાણ કે જેઓ ગ્રામ્ય સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા, તેઓએ આ કામના આરોપી બળવંત ભીખુભા રાઠોડ વિરૂધ્ધ જીયુવીએનએલ પો. સ્ટેશનમાં રૂ. ૧૯,૫૯૯.૨૧ તથા બીજા કેસમાં રૂ. ૨૭,૭૪૩.૮૬ ની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટની કલમ-૧૩૫ મુજબની ફરીયાદ દાખલ કરેલ હતી, ત્યારબાદ સ્પે. કોર્ટમાં બન્ને કેસો ચાલવા ઉપર આવતા સરકાર દ્વારા કુલ-૬ સાક્ષી અને ૧૮-દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા અને સરકાર તરફે વકીલ હાજર થઈ દલીલ કરેલ હતી.

તમામ દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી.પી. અગ્રવાલ  દ્વારા આરોપીને બળવંત ભીખુભા રાઠોડને રૂ. ૧,૪૨,૦૨૯.૨૧ એટલે કે પાવર ચોરીની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે, અને જો આરોપી દ્વારા ૩૦ દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News