રાજ્યાભિષેકમાં ડાન્સ અને સ્પીચ બંનેમાં ટ્રોલર્સે સોનમને લીધી આડે હાથ, વિડીયો થયા વાઇરલ

  • May 08, 2023 06:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોનમ કપૂરે તાજેતરમાં કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક બાદ કોન્સર્ટમાં પણ હાજરી આપી હતી. સોનમ કપૂર, જે તેની ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે, તે કોન્સર્ટમાં સોનમ અનામિકા ખન્ના અને ન્યુઝીલેન્ડમાં જન્મેલી યુકે સ્થિત ડિઝાઇનર એમિલિયા વિકસ્ટેડ દ્વારા ડિઝાઇન કરાયેલ બેસ્પોક ફ્લોર-લેન્થ ગાઉનમાં ખૂબસૂરત દેખાતી હતી. જેના માટે તેને ઘણી પ્રશંસા મળી હતી. જો કે હવે તે પોતાની સ્પીચ લઈને ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે. સોનમે આ ખાસ અવસર પર નમસ્તે કહીને પોતાની ભાષણની શરૂઆત કરી હતી. જોકે નેટીઝન્સ સોનમ કપૂરને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.


આ પહેલા સોનમ કપૂરને બોલિવૂડની સૌથી મોટી એક્ટ્રેસ તરીકે રજૂ કરવામાં આવી હતી. સોનમે નમસ્તે બોલીને સ્ટેજ પરથી પોતાનું ભાષણ શરૂ કર્યું. આ ભાષણમાં સોનમ કપૂરે કહ્યું, 'આપણું કોમનવેલ્થ એક ફેડરેશન છે. એકસાથે આપણે વિશ્વના એક તૃતીયાંશ લોકો છીએ, વિશ્વના મહાસાગરોનો એક તૃતીયાંશ, વિશ્વની જમીનનો એક ચતુર્થાંશ ભાગ છીએ. આપણો દરેક દેશ અનન્ય છે. આપણામાંના દરેક ખાસ છે. આપણા ઈતિહાસમાંથી શીખીને, આપણી વિવિધતાથી આશીર્વાદિત, આપણા મૂલ્યોથી પ્રેરિત અને બધા માટે વધુ શાંતિપૂર્ણ, ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય બનાવવાનો નિર્ધાર કરીએ છીએ, જ્યાં દરેક અવાજ સંભળાય છે. આગળ વધ્યા વિના, વિશ્વભરના શ્રેષ્ઠ લોકોનું અહીં સ્વાગત કરવામાં આવી રહ્યું છે.' આ બાદ સોનમ કપૂરની સ્પીચ અને ડાન્સની ટ્રોલર્સ મજાક ઉડાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application