BREAKING NEWS

જામ્યુકોની ચૂંટણીમાં ૫૦ ટકા ઉમેદવારની ડીપોઝીટ ડુલ

  • May 01, 2026 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોની ચૂંટણીમાં ૫૦ ટકા ઉમેદવારની ડીપોઝીટ ડુલ


જનાદેશ: ભાજપના ૪, કોંગ્રેસના ૨૭, આમ આદમી પાર્ટીના ૪૪, બસપાના ૧૪, સપાના ૩, એઆઇએમએમ, અપક્ષના ૧૪ ઉમેદવારનો સમાવેશ


કુલ ૨૦૬ માંથી ૧૦૬ મુરતીયા ડીપોઝીટ બચી શકે તેટલા મત પણ મેળવી ન શકયા: અમુક ઉમેદવારને મળેલા મત કરતા નોટામાં વધુ મતદાન


જામનગર મહાનગરપાલીકાની ચૂંંટણીમાં ૫૦ ટકા ઉમેદવારની ડીપોઝીટ ગઇ એટલે કે ડુલ થઇ ગઇ છે. જેમાં ભાજપના ૪, કોંગ્રેસના ૨૭, આમ આદમી પાર્ટીના ૪૪, બસપાના ૧૪, સપાના ૩, એઆઇએમએમ, અપક્ષના ૧૪ ઉમેદવારનો સમાવેશ થાય છે. કુલ ૨૦૬ માંથી ૧૦૬ મુરતીયા ડીપોઝીટ બચી શકે તેટલા મત પણ મેળવી શકયા નથી. નવાઇની વાત તો એ છે કે, અમુક ઉમેદવારને મળેલા મત કરતા નોટામાં વધુ મતદાન નોંધાયું છે. 


જામનગર મહાનગરપાલીકાના રસપ્રસ ચૂંટણી જંગનો જનાદેશ જાહેર થયો છે. શહેરના કુલ ૧૬ વોર્ડની ૬૪ બેઠકમાંથી એક પહેલાથી જ બીનહરીફ થઇ હતી. જે ભાજપને ફાળે ગઇ હતી. મતગણતરીના અંતે ભાજપે કુલ ૬૦ બેઠક મેળવી ઐતિહાસીકની સાથે અકલ્પનીય જીત મેળવી છે. જયારે કોંગ્રેસને ૨ અને આમ આદમી પાર્ટીને બે બેઠક મળી છે. અત્રે નોંધનીય છે કે, મહાનગરપાલીકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાથી માંડીને ચકાસણી અને પરત ખેંચ્યા બાદ કુલ ૨૦૬ ઉમેદવાર મેદાનમાં રહ્યા હતાં. મનપાની ચૂંટણીમાં કુલ ૫૮.૧૪ ટકા મતદાન થયુ હતું. ગત ચૂંટણીની સાપેક્ષમાં ૪.૫૦ ટકા વધુ મતદાન નોંધાયું હતું. પરંતુ કુલ ૨૦૬ ઉમેદવારમાંથી અડધો અડધ એટલે કે ૫૦ ટકા ઉમેદવારની ડીપોઝીટ ડુલ થઇ ગઇ છે. 


કારણ કે, મનપાની ચૂંટણીમાં વોર્ડ દીઠ ૪ ઉમેદવાર ચૂંટવાના હોય છે. આથી દરેક વોર્ડમાં જેટલા માન્ય મત નોંધાયા હોય તેને ભાગ્યા ૪ અને પછી વધેલા મતને પુન: ૪ વડે ભાગતા જે મત વધે તેટલા મત જો ઉમેદવારને મળ્યા હોય તો તેની ડીપોઝીટ જતી નથી. પરંતુ મહાનગરપાલીકાની ચૂંટણીમાં ઉપરોકત નિયમ મુજબ કુલ ૨૦૬ પૈકી ૧૦૬ ઉમેદવાર મત મેળવી ન શકતા આ તમામ ઉમેદવારની ડીપોઝીટ ગઇ છે. જેમાં ભાજપના ૪, કોંગ્રેસના ૨૭, આમ આદમી પાર્ટીના ૪૪, બહુજન સમાજ પાર્ટીના ૧૪, સમાજવાદી પાર્ટીના ૩, એઆઇએમએમ અને અપક્ષ સહીત કુલ ૧૪ ઉમેદવારનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવાર ચૂંટણી લડવા માટે નિયમ મુજબ ભરેલી ડીપોઝીટની રકમ બચી શકે તેટલા મત પણ મેળવી શકયા નથી. આટલું જ નહીં અમુક ઉમેદવારો કરતા તો નોટામાં વધુ મતદાન થયું છે. આમ મહાનગર​​​​​​​પાલીકાની ચૂંંટણીમાં અડધો અડધ ઉમેદવારની ડીપોઝીટ જતાં આ મુદો શહેરભરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application