જામનગરમાં નેગોશીએબલના ગુન્હામાં સજા પામેલ શખ્સને પકડી લેતી એસઓજી

  • January 05, 2023 10:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ચેક પરત ફરવા ના કેસ માં એક વર્ષ ની સજા પામેલા અને નાસતા ફરતા આરોપી ને જામનગર પોલીસ ની એસ ઓ જી શાખા એ આજે દરેડ ગામની સીમ વિસ્તાર માંથી ઝડપી પાડ્યો હતો.


એસઓજીના શોભરાજસિંહ, રાજેશભાઇ અને હર્ષદભાઇને મળેલ હકીકત આધારે જામનગરના મયુરગ્રીન વિસ્તારમાં રહેતા કરશન રાજસીભાઈ સુવા ને નેગોશયેબલ ઇન્સ.એક્ટ ની કલમ ૧૩૮માં એક વર્ષ ની સજા થવા પામી હતી.જેમાં તે નાસતો ફરતો હતો.
​​​​​​​
ઉપરોક્ત  આરોપી જામનગર નજીકના દરેડ ગામ.વિસ્તાર માં હોવા ની બાતમી ના આઘારે એસ ઓ જી પોલીસ ની ટુકડીએ દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. અદાલત સમક્ષ રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application