સ્મૃતિ મંધાનાએ મહિલા ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બની

  • June 24, 2024 08:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 3 મેચની વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે આ શ્રેણી 3-0થી જીતવામાં સફળ રહી હતી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની જીતની હીરો સ્મૃતિ મંધાના હતી. સ્મૃતિ મંધાનાએ ત્રણેય મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. આ સિરીઝ દરમિયાન, તેણીએ એક એવી સિદ્ધિ હાંસલ કરી જે પહેલા કોઈ મહિલા ખેલાડી કરી શકી ન હતી.


સ્મૃતિ મંધાનાએ આ શ્રેણીની પ્રથમ બે મેચમાં સદી ફટકારી હતી. છેલ્લી મેચમાં તેણે 83 બોલમાં 90 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ચોગ્ગા ફટકાર્યા હતા. સ્મૃતિ મંધાનાએ આ શ્રેણીમાં કુલ 343 રન બનાવ્યા હતા. આ સાથે તે ત્રણ મેચની વનડે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. આ પહેલા કોઈ મહિલા ખેલાડીએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં આટલા રન બનાવ્યા ન હતા. તેણે લૌરા વોલ્વાર્ડનો રેકોર્ડ તોડ્યો છે. તેણે આ વર્ષે શ્રીલંકા સામે 3 મેચમાં 335 રન બનાવ્યા હતા.


સ્મૃતિ મંધાનાએ આ શાનદાર પ્રદર્શન સાથે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 300+ રન બનાવનારી એશિયાની પ્રથમ ખેલાડી બની ગઈ છે. આ પહેલા એશિયન સિરીઝમાં પણ એક પણ ખેલાડી ત્રણ મેચની વનડે સિરીઝમાં 300 રનના આંકને સ્પર્શી શક્યો ન હતો. આ દરમિયાન તેણે વનડેમાં તેના 3500 રન પૂરા કર્યા. તે ODIમાં સૌથી ઝડપી 3500 રન બનાવનારી ત્રીજી ખેલાડી બની ગઈ છે.



3 મેચની ODI સિરીઝમાં સૌથી વધુ રન

સ્મૃતિ મંધાના - 343 રન, 2024

લૌરા વોલ્વાર્ડ - 335 રન, 2024

હેલી મેથ્યુઝ - 325 રન, 2024

સિદ્રા અમીન - 277 રન, 2022

નેટ સાયવર-બ્રન્ટ - 271 રન, 2023



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application