ઉપલેટાના પ્રાંસલામાં તળાવ પાસે જુગાર રમતા છ શખસો ઝડપાયા

  • December 09, 2023 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પોલીસે જુગારના અલગ અલગ બે દરોડામાં ૧૨ શખસોને ઝડપી લીધા હતા. જેમાં ભાયાવદર પોલીસે પ્રાંસલા ગામે જુગાર રમતા છ શખસોને અને જેતપુર પોલીસે ફૂલવાળી વિસ્તારમાંથી છ શખસોને ઝડપી લીધા હતા.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ભાયાવદર પોલીસ મથકના સ્ટાફે પ્રાંસલા ગામમાં તળાવ પાસે જાહેરમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા ૫૩૨૦ કબજે કર્યા હતા. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં લખુભાઇ ભીમાભાઇ ખુટી, કમલેશ રાણાભાઇ ચૌહાણ, ધાના સરમણભાઇ કોડિયાતર, નિલેશ રાયમલભાઈ ગુજરાતી, રામજી જીવાભાઇ ઓડેદરા, અને જયેશ મનસુખભાઈ મુછડીયાનો સમાવેશ થાય છે.


જ્યારે જુગારના અન્ય એક દરોડામાં જેતપુર સિટી પોલીસ મથકના સ્ટાફે અહીં ફૂલવાડી વિસ્તારમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં ભુપત સવજીભાઈ સોલંકી, કિરીટ ઉમેદભાઈ વાઢેર,ભુપત બચુભાઈ ખાચરીયા, સિવા ટપુભાઈ ખાચરિયા, રૂપા ધરમશીભાઈ કારેલીયા અને રામજી શામજીભાઈ ડાભીનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા ૧૮૨૦ કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application