ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ફાયરિંગ, બેના મોત

  • July 20, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હુમલાખોર પણ ઠાર, ફિફા મહિલા વર્લ્ડ કપ શરુ થવા પેહલા અશાંતિ સર્જવા પ્રયાસ


ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. બંદૂકધારી હુમલાખોરને પણ પોલીસે ઠાર માર્યો છે. આ હુમલો મહિલા ફિફા વર્લ્ડ કપની શરૂઆત થાય એના કલાકો પહેલા થયો હતો.



ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ પહેલા કરવામાં આવેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. સેન્ટ્રલ ઓકલેન્ડમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો છે, જેમાં બે લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસે કહ્યું કે, તેઓએ હુમલાખોરને પણ માર્યો છે. આ ઘટનામાં 6 લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલો મહિલા ફિફા વર્લ્ડ કપની શરૂઆતની મેચના 12 કલાક પહેલા થયો હતો.



ઓકલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે બંદૂકધારી સવારે 7:30 વાગ્યે (સ્થાનિક સમય) લોઅર ક્વીન સ્ટ્રીટ પર મુખ્ય ટ્રેન સ્ટેશન અને ફેરી ટર્મિનલની નજીક એક બાંધકામ સાઇટમાં પ્રવેશ્યો હતો અને બિલ્ડિંગની ટોચ પર આવતાની સાથે જ તેણે ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે હુમલાખોર પણ માર્યો ગયો છે.


છે. ન્યુઝીલેન્ડ પોલીસે ટ્વિટર પર કહ્યું: "પોલીસે આજે સવારે ઓકલેન્ડના CBDમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગંભીર ઘટનાને કાબૂમાં લીધી છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને આ તબક્કે, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે બે લોકો મૃત્યુ પામ્યા છે. હુમલાખોર પણ માર્યો ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application