શિવલિંગ એ કોઈ સામાન્ય મૂર્તિ નથી પણ સંપૂર્ણ વિજ્ઞાન છે.. આ થાય છે શિવલિંગનો અર્થ

  • June 20, 2023 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાગન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. શિવલિંગમાં ત્રણેય દેવતાઓનો વાસ છે.તથા શિવલિંગનો એક ભાગ માતા પાર્વતીને સમર્પિત હોવાથી શિવલિંગની પૂજા કરવાથી ત્રણેય દેવતાઓ અને માતા પાર્વતીની પૂજા ગણવામાં આવે છે.


શિવલિંગમાં ત્રણેય દેવતાઓનો વાસ

સૌથી નીચો ભાગ જે તળિયે રહેલો છે તે બ્રહ્મા છે, બીજો મધ્ય ભાગ ભગવાન વિષ્ણુની મૂર્તિ છે અને ત્રીજો ટોચ જે દેવાધિદેવ મહાદેવનું પ્રતિક છે. ત્રિદેવની પૂજા શિવલિંગ દ્વારા કરવામાં આવે છે અને અન્ય માન્યતાઓ અનુસાર નીચેનો ખાંચો ભાગ છે તે શિવલિંગ માતા પાર્વતીજીને સમર્પિત છે અને પ્રતીક તરીકે પૂજવામાં આવે છે  એટલે કે ત્રિદેવની પૂજા શિવલિંગ દ્વારા જ થાય છે. બીજી માન્યતા અનુસાર શિવલિંગનો નીચેનો ભાગ સ્ત્રીનું અને ઉપરનો ભાગ પુરુષનું પ્રતીક છે. મતલબ કે તેમાં શિવ અને શક્તિ એક સાથે રહે છે.


શિવલિંગનો અર્થ

શાસ્ત્રો અનુસાર 'લિંગમ' શબ્દ 'લિયા' અને 'ગમ્ય'થી બનેલો છે, જેનો અર્થ 'શરૂઆત' અને 'અંત' થાય છે. હિંદુ ધર્મના તમામ શાસ્ત્રોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે બ્રહ્માંડ શિવથી પ્રગટ થયું છે અને એક દિવસ બધું તેમનામાં જ મળીને સમાપ્ત થઇ જશે.


શિવલિંગમાં બિરાજમાન ત્રિમૂર્તિ

શિવલિંગમાં શિવજીનો વાસ છે. પરંતુ શું તમે જાણો છો કે તેમાં ત્રણેય દેવતાઓ વાસ કરે છે. કહેવાય છે કે શિવલિંગને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. સૌથી નીચો ભાગ જે તળિયે રહેલો છે, બીજો મધ્ય ભાગ અને ત્રીજો ટોચ જે પૂજાય છે.નીચેના ભાગમાં બ્રહ્માજી બ્રહ્માંડના સર્જક છે, મધ્ય ભાગમાં વિષ્ણુ બ્રહ્માંડના પાલનહાર છે અને ઉપરના ભાગમાં બ્રહ્માંડના સંહારક ભગવાન શિવ છે. એટલે કે ત્રિદેવની પૂજા શિવલિંગ દ્વારા જ થાય છે. તો બીજી તરફ અન્ય માન્યતાઓ અનુસાર શિવલિંગનો નીચેનો ભાગ સ્ત્રીનું અને ઉપરનો ભાગ પુરુષનું પ્રતિક છે. એટલે કે તેમાં શિવ-શક્તિ એકસાથે વસે છે.


શિવલિંગની અંડાકાર રચના

શિવલિંગના અંડાકાર આકાર પાછળ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને કારણ છે. જો આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો શિવ બ્રહ્માંડની રચનાનું મૂળ છે. એટલે કે શિવ એ બીજ છે જેમાંથી આખું જગત ઊગ્યું છે. એટલા માટે કહેવાય છે કે શિવલિંગનો આકાર ઈંડા જેવો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો 'બિગ બેંગ થિયરી' કહે છે કે બ્રહ્માંડ ઇંડા જેવા નાના કણોમાંથી બનાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application