ભારતીય ટોપ ઓર્ડરનો શર્મસાર રેકોર્ડ ૫ દિવસમાં આ ૫ ભૂલ ભારતને ભારે પડી

  • June 12, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓવલમાં રમાયેલી વલ્ર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમને ૨૦૯ રનથી હારનો સામનો કરવો પડયો હતો. આ મેચમાં ૫ દિવસમાં ભારતીય ટીમે ૫ મોટી ભૂલો કરી હતી.





ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ બંને આ મેચમાં ખરાબ રહી હતી. ભારતીય બોલર્સ ઝડપથી વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. ફાઈનલ મેચમાં અશ્વિનની કમી લોકો અનુભવી રહ્યા હતા. અશ્વિન વલ્ર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી હતો. તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ના કરવો એ ભારતીય ટીમની સૌથી મોટી ભૂલ હતી.





 ઓસ્ટ્રેલિયાએ જોરદાર સ્કોર બનાવ્યો હતો, તેથી એવી અપેક્ષા હતી કે ભારતીય બેટસમેનો પણ રન બનાવશે, પરંતુ યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ બીજા દિવસે આવી તો તેનો ઢગલો થઈ ગયો. ન તો રોહિત શર્માનું બેટ અને ન તો વિરાટ કોહલીનું. ચેતેશ્વર પૂજારા પણ નિષ્ફળ રહ્યો હતો.



અજિંકય રહાણે એ ત્રીજા દિવસે પગ જમાવી લીધો હતો. તે સેન્ચુરી ફટકારવાની નજીક હતો પરંતુ તે ચૂકી ગયો અને ટીમ ઈન્ડિયા ૩૦૦ રન પણ બનાવી શકી નહીં. ભારત માટે આ મેચમાં માત્ર બે બેટસમેન અડધી સદી ફટકારી શકયા અને તે હતા અજિંકય રહાણે અને શાર્દુલ ઠાકુર. બંનેએ પ્રથમ દાવમાં અડધી સદી ફટકારી હતી.





ચોથા દિવસે ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની વિકેટ ઝડપી લેવાની હતી પરંતુ આ કામ થઈ શકયું ન હતું અને ભારતને ૪૪૪ રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો.ચોથા દિવસે ભારતનો બીજો દાવ શ થયો હતો. એવી આશા હતી કે રોહિત અને શુભમન ગિલ ટીમને સારી શઆત આપશે પરંતુ એવું થઈ શકયું નહીં. પૂજારા પણ આ ઇનિંગમાં ખરાબ શોટ રમીને આઉટ થયો હતો.




પાંચમાં દિવસે ભારતીય ટીમને જીત માટે ૨૮૦ રનની જર હતી. કોહલી અને રહાણે જેવા દિગ્ગજ ખેલાડીઓ ક્રીઝ પર હતી. પણ ડિફેન્સીવ ક્રિકેટ રમવાના ચક્કરમાં ભારતીય ટીમે વિકેટો ગુમાવી હતી. વિરાટ કોહલીનો આક્રમક અંદાજ આ ટેસ્ટમાં જોવા મળ્યો ના હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application