ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલજીના પવિત્ર ચાલીહા મહોત્સવ નિમિતે જામનગર સિંધી સમાજ માં શહેંશાહી મેલા 

  • July 25, 2023 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે ૨૬ જુલાઈ બુધવારે સિંધી સમાજ ના ધર્મગુરૂ શહેરાવારા સાંઈ ના સાનિધ્ય માં ચાલીહા સાહેબ નો દિવ્ય દરબાર 


સમગ્ર ભારતવર્ષ માં ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ જી નાં ઉપાસના ના ૪૦ દિવસો ના વ્રત કઠોળ વ્રત નિયમ પાલન કરી પૂજા પાઠ સાથે "ચાલીહા સાહેબ"  નું સિંધી સમાજ દ્વારા ઉપાસના કરી ચાલિહા સાહેબ ની ઉજવણી કરવામાં આવતી હોય છે જે પાકિસ્તાન સિંઘ થી ઉતરોતર ચાલી આવતી પરંપરા આજસુધી ભારતવર્ષ ના સમગ્ર સિંધી સમાજ એ જાળવી રાખી છે આ પાવનકારી ૪૦ દિવસો નું વર્ષ માં એકવાર સમયાંતર તિથિ મુજબ સૂર્ય ની કર્ક રાશિ માં પ્રવેશ થતાં તા.૧૬ જુલાઈ થી ૨૫ ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવતી હોય છે.


છોટાકાશી જામનગર સિંધી સમાજમાં ચાલીહા સાહેબ મહોત્સવ ની ઉજવણી ને લઈ જામનગર સિંધી સમાજ નાં નેજા હેઠળ SSW સાંઈ પરિવાર અને સંત કંવરરામ સેવા સમિતિ નાં સંયુક્ત ઉપક્રમે ધર્મગુરૂ ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ જી ના પરમ ઉપાસક પૂજનીય સંત શ્રી શહેરાવાળા સાંઈજી ના સાનિધ્ય માં આવતીકાલે તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૩ બુધવાર ના રોજ "ચાલીહા સાહેબ શહેંશાહી મેલા" નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાવનકારી ધર્મગુરૂ સંત ની હાજરી જામનગર ની ધરા પર થતા સિંધી સમાજ માં જોશ ભર્યો ઉત્સાહ જોવા મળ્યો છે. સાંઈ જી ના આગમન સાથે તેમના સાનિધ્ય માં દિવ્ય દરબાર નું આયોજન કરાયું છે.
​​​​​​​

ભગવાન શ્રી ઝુલેલાલ ચાલીહા મહોત્સવ શહેંશાહી મેલા ૨૬/૦૭/૨૦૨૩,બુધવાર ના આયોજન ની રૂપરેખા ને લઈ આયોજકો દ્વારા સાંજે ૦૬:૦૦ કલાકે નાનકપૂરી થી કાર્યક્રમ સ્થળ વેજુમાં સ્મૃતિ હોલ સુધી શોભાયાત્રા નું આયોજન કરાયુ છે ત્યારબાદ સાંજે ૦૭:૦૦ કલાકે પૂજનીય સંત શ્રી સાંઈ શહેરાવાળા જી ના સાનિધ્ય માં શહેર ના પવનચક્કી સર્કલ પાસે આવેલ હાલારિ ભાનુશાળી સમાજ ની વેજુમાં વાડીમાં ભેરાણા સાહેબ -સત્સંગ - પ્રવચન તેમજ સિંધી મ્યુઝિકલ કાર્યક્રમ નું આયોજન કરાયું છે અંત્તે અંતિમ તબક્કા માં જ્ઞાતિજનો માટે  પ્રસાદ નો કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરાયું છે,આ ધાર્મિક પાવન અવસરે સિંધી સમાજ ના જ્ઞાતિજનો તેમજ સમાજ ની દરેક પંચાયત, સંસ્થાઓ મંડળો, ને પધારવા હાર્દિક ભાવભર્યું આમંત્રણ છે. તેમ SSW સાંઈ પરિવાર જામનગર અને સંત કંવરરામ સેવા સમિતિ દ્વારા અખબાર યાદી માં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application