મહાપાલિકાના પાપે સદર કતલખાનાની ડ્રેનેજમાંથી ભીલવાસમાં લોહી મિશ્રિત ગંદા પાણીની રેલમછેલ

  • June 30, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં આવેલા સદર કતલખાનાની ડ્રેનેજ લાઇન ચોક અપ થયા બાદ એકાએક ઓવરફલૉ થતા તેમાંથી નીકળેલા લોહી મિશ્રિત ગંદા પાણીની ભીલવાસ મેઇન રોડ પર રેલમછેલ થતા આજે બપોરે આ રસ્તા ઉપરથી ચાલવું મુશ્કેલ થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આશ્ચર્યજનક વાત તો એ છે કે મહાપાલિકા તંત્રમાં આવું બન્યાથી સૌ કોઈ અજાણ હતા તેના લીધે કલાકો સુધી આ પરિસ્થિતિ જળવાઈ રહી હતી !





દરમિયાન આ અંગે ઉપરોકત શેલ્ટર હાઉસ જેમના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ચીફ પર્યાવરણ ઇજનેર નિલેશ પરમારનો સંપક કરતા તેમણે જણાવ્યું હતું કે આવું કઈં બન્યાની વાતથી જ તેઓ અજાણ છે પરંતુ હવે જાણ થતાં તુરતં કાર્યવાહી શ કરાશે.




ઉપરોકત બનાવ અંગે તેમણે ડ્રેનેજ શાખા તેમજ ફાયર બ્રિગેડ શાખાને જાણ કરી ટેકિનકલ સ્ટાફને સ્થળ ઉપર મોકલ્યો હતો તેમજ પર્યાવરણ વિભાગના ઇન્સ્પેકટરને પણ સ્થળ ઉપર દોડાવ્યા હોવાનું જાણવા મળે છે. બનાવ બન્યા બાદ ત્યાંથી પસાર થતા અનેક નાગરિકોએ તંત્રને જાણ કરી હતી પરંતુ કલાકો સુધી કોઈ આવ્યું નહીં હોવાનો રોષ સ્થાનિકોએ વ્યકત કર્યેા હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application