૭૦ લાખના ચેક રિટર્ન કેસમાં મહેશ ટીલારાને સજા દંડનો નીચલી કોર્ટનો હુકમ સેશન્સ દ્રારા રદ

  • March 07, 2023 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફરિયાદી પાસે ૭૦ લાખ જેવી રકમ હોવાની હકીકત જ શંકાસ્પદ છે અદાલતનું તારણ : ફરીયાદમાં કાયદાકીય ત્રુટીનો લાભ આરોપીને મળવો જોઈએ તેવી દલીલો : એક વર્ષની કેદ, સવા કરોડ દંડનો હત્પકમ હતો




પિયા ૭૦ લાખના ચેકો રિટર્ન થવાના છ વર્ષ પહેલાંના કેસમાં બે વર્ષની કેદ અને પિયા સવા કરોડનો દંડના નીચલી કોર્ટના હત્પકમ સામે આરોપી કારખાનેદાર ફાઇનાન્સર મહેશ ટીલારાએ કરેલી અપીલ સેશન્સ કોર્ટે મંજૂર કરીને નીચલી કોર્ટનો સજા અને દંડનો હત્પકમ રદ કરીને આરોપીને નિર્દેાષ છોડી મૂકવાનો હત્પકમ કર્યેા છે.





આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં રહેતા મયુર લાભશંકરભાઈ ધાંધીયા તથા લલીત તારાચદં શાહ પાસેથી શિવમ મશીન ટુલ્સના નામથી કારખાનું ધરાવતા અને ફાઇનાન્સનો બિઝનેસ કરતા પાટીદાર અગ્રણી મહેશ શીવાભાઈ ટીલારાએ ઘણા વર્ષેાથી મિત્રતાના નાતે ધંધાકીય જરીયાત હોવાનું જણાવીને બંને પાસેથી લીધેલા ા.૭૦ લાખ પરત ચુકવવા આપેલા ચેક રિટર્ન થયા અંગેની બે ફરીયાદ રાજકોટની અદાલતમાં દાખલ કરેલ હતી. જે બન્ને ફરિયાદો અન્વયેના કેસો ચાલી જતા મેજિસ્ટ્રેટ અદાલત દ્રારા આરોપી મહેશ ટીલારાને બે વર્ષની કેદ તથા કુલ . સવા કરોડનો દડં ફટકારતી સજા કરી હતી.



નીચલી કોર્ટે ફટકારેલી સજા સામે મહેશભાઈ ટીલારાએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે રાજકોટની સેશન્સ અદાલતમાં સજાને પડકારતી અપીલો દાખલ કરી હતી. જે અપીલો સુનાવણી પર આવતા ગોકાણી દ્રારા મેજિસ્ટ્રેટ અદાલતના ચુકાદામાં રહેલ ગંભીર ભૂલો પરત્વે ધ્યાન દોયુ હતું તેમજ ફરિયાદી પોતે જ કબુલ કરે છે કે તમામ ચેકો ક્રાઈમ બ્રાંચની ઓફીસે તત્કાલીન પી.એસ.આઈ. દ્રારા અરજીના કામે પોતાની બના નિવેદનમાં ખોટી કબુલાતો ઉમેરી લઈ લીધેલ છે, જેની સામે આરોપીએ જેતે સમયે પોલીસ કમિશ્નરને રજૂઆત કરેલ હતી, પરંતુ આરોપીની અરજી અન્વયે કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નહીં,સહિતની કરેલી દલીલો અને ફરિયાદ પક્ષની દલીલો ધ્યાને લઇ અદાલત દ્રારા નોંધવામાં આવ્યું છે કે, મયુર ધાંધીયા તથા લલીત શાહે કરેલ ફરિયાદ કાયદાની પરિભાષા મુજબ 'ફરિયાદ' જ ન હોય અને ક્ષતિયુકત ફરિયાદ હોય ત્યારે ફરિયાદી માત્ર ચેકનો ધારણકર્તા હોવાથી તેની તરફેણનું કાયદાકીય અનુમાન કરી સજા કરી શકાય નહીં ખાસ કરીને જયારે ફરીયાદી પોતાની પાસે પીયા ૭૦ લાખ જેવી માતબર રકમ કયાંથી આવી તે દર્શાવી શકતા ન હોય ત્યારે આરોપીને સજા કરી મેજિસ્ટ્રેટ દ્રારા ગંભીર ભુલ કરવામાં આવેલ હોવાનું ઠરાવી મહેશભાઈ ટીલારા દ્રારા કરવામાં આવેલ બંન્ને અપીલો મંજુર કરી બે વર્ષની કેદની સજા તેમજ સવા કરોડ પીયાના દંડની સજાનો હત્પકમ રદ કરી કારખાનેદાર મહેશ શીવાભાઈ ટીલારાને નિર્દેાષ ઠરાવી છોડી મુકવાનો ચુકાદો જાહેર કર્યેા હતો. આ કામમાં આરોપી વતી યુવા ધારાશાક્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધરાંગીયા, નદિમ ધંધુકિયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application