નાસતા ફરતા આરોપીને જામીનમુકત કરતી સેસન્સ કોર્ટ

  • March 01, 2023 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કેસની વિગત એવી છે કે સને ૨૦૧૪ની સાલમાં ભારુ ઉર્ફે ભરત નાનાભાઇ પણદા સહિતનાં આરોપીએ જામજોધપુરની સીમમાં આવેલ ફરીયાદીની વાડી રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે લુંટ કરવાના ઇરાદા સાથે ઘુસેલા અને અચાનક ફરીયાદીના પિતા રાડારાડ કરતા ફરીયાદી તથા પરીવારના બીજા સભ્યો બહાર આવતા ત્યારેબે ઇસમો ફરીયાદીના પિતાને લાકડાના ધોકા વડે મારતા હતા અનેએક ઇસમે મોઢુ બંધ કરેલહ તું તેવામાં બીજા બે ઇસમો ઘરમાં ઘુસી પૈસા તથાસોના ચાંદીના દાગીના માંગવા લાગતા ફરીયાદી તથા તેના પરિવારને બીક લાગતા ફરીયાદીની પત્નિએ પહેરેલ બુટી તથા સોનાની શેર કાઢી આપેલ અને તમામ આરોપીઓએ ઘરમાં પડેલ કબાટ અનેસામાન વેરવિખેર કરી નાખેલ જેથી ફરીયાદીએ રાડારાડ કરતા તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયેલ. તે મુજબની ફરીયાદ અરજદાર સહિતના આરોપીઓ સામે કરતા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ મુજબ ગુનો નો:ધાયેલજે ગુનાના અનુસંધાને તપાસનીશ અધિકારી દ્વારા આરોપી ભારુ ઉર્ફે ભરત નાનાભાઇ પણદાની ધરપકડ કરેલ અને જયુડી. કસ્ટડી જિલ્લા જેલ જામનગરમાં મોકલવામાં આવેલ.


જેથી ભારુ ઉર્ફે ભરત નાનાભાઇ પણદાએ પોતાના વકીલ અશોર એચ. જોશી મારફત જામનગર સેસન્સ કોર્ટમાં જામીન અરજીદાખલ કરેલઅનેઆરોપીના કષવીલ દ્વારા એવી રજુઆત કરેલકેઅરજદારને હાલનાગુનાના કામેખોટી રીતેસંડોવી દીધેલ છે. ફરીયાદ મુજબનો કોઇ પ્રાઇમા ફેઇસીસ કેસ નથી અનેઆરોપી વિરુદ્ધ માત્ર મોઘમ આક્ષેપ કરેલ આરોપી કયાંય નાસી ભાગી જાય તેમ નથી જેથી આરોપીને જામીનમુકત કરવા જોઇએ.


ઉભયપક્ષોની સાંભળી જામનગરની સેસન્સ કોર્ટ દ્વારા ભરત પણદાને જામીન પર મુકત કરવા હુકમ કરેલ છે. આરોપી તરફે વકીલ અશોક એચ. જોષી એન્ડ એસો. રોકાયેલ હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application