BREAKING NEWS

જામનગર: સજાના હુકમને સ્ટે કરી આરોપીઓને જામીન મુકત કરતી સેશન્સ કોર્ટ

  • July 16, 2026 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સજાના હુકમને સ્ટે કરી આરોપીઓને જામીન મુકત કરતી સેશન્સ કોર્ટ

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના જયુડી.મેજી. ફ.કલાસ દ્વારા કાલાવડના વેપારી વલ્લભવીરજી મારકણા સહીતના વેપારીઓને મારા-મારીના કેસમાં ત્રણ વર્ષની સજા તથા દંડ સહીતની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો. તેની સામે સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલ ફોજદારી અપીલમાં કોર્ટે આરોપીઓને ફરમાવેલી સજાને હુકમ સ્ટે કરી જામીન મુક્ત કરવા હુકમ ફરમાવેલ છે.

કાલાવડ મુકામે ધોરાજી રોડ ઉપર રહેતા અનીલ પ્રમજીભાઈ દોગા એ આરોપીઓ રવિ રમેશભાઈ સાકરીયા સહીત ચાર વ્યકિતઓ સામે એ મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપીઓને પાંચેક વર્ષ પહેલા બાર લાખ રૂપિયા ઉછીના આપેલ હતા અને જે પરત મેળવવા માટે ફરીયાદીએ આરોપી પૈકી વલ્લભભાઈ મારકણાને ઉઘરાણીનો ફોન કરતા આરોપી વલ્લભવિરજી મારકણા, ધર્મેશ અકબરી, પુરણ કપુરીયા તેમજ રવિ સાકરીયા સહિતના ચારેય આરોપીઓ ફરીયાદના ઘરે આવીને મન-ફાવે તેવી ગાળો બોલવા લાગેલ અને ફરીયાદી તથા તેની પત્નીને લાકડાના ધોકા તેમજ પાઈપ વડે માર-મારી ગંભીર ઈજા પહોચાડેલ હતી અને જે બાબતનો કેસ કાલાવડ જયુડી. મેજી. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતા કોર્ટ ભારતીય દંડ સંહીતાની કલમ મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષ સહીતની સજાનો હુકમ ફરમાવેલ હતો.
​​​​​​​
સજા પામેલ આરોપીઓ દ્વારા જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી દિનેશભાઈ વિરાણીને વકીલ તરીકે રોકી જામનગર સેશન્સ કોર્ટમાં સજાના હુકમ સામે અપીલ કરવામાં આવેલ હતી આરોપીના વકીલે સેશન્સ કોર્ટમાં દલીલ કરેલ,આ તમામ દલીલો ઘ્યાને લઈ એડી. સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓને ફરમાવવામાં આવેલ સજાનો હુકમ તાત્કાલીક અસરથી સ્ટે કરી અપીલ ચાલતા દરમ્યાન રૂપિયા પચ્ચીસ હજારના જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવેલ હતો.આ કામમાં આરોપઓ તરફે પુર્વ જીલ્લા સરકારી વકીલ દિનેશભાઈ વિરાણી તેમજ જયદીપ કે. મોલીયા, સિધ્ધાર્થ એસ. સાપરીયા, ટ્રેનિ એડવોકેટ દર્શનપુરી ગોસ્વામી રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application