જામ-ખંભાળિયાની ન્યારા એનર્જી દ્વારા સેવા પ્રવૃત્તિ: બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન

  • February 21, 2023 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા ભગવતી હોલ ખાતે તાજેતરમાં બહેનો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નયારા એનર્જીના સી.એસ.આર. પ્રોગ્રામ હેઠળ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહેનોમાં રહેલી ક્રિએટિવિટી બહાર આવે અને જીવનમાં કઈક નવું શીખીને આગળ વધી શકે એ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું .
આ કાર્યક્રમમાં ૨૧મી સદી કૌશલ્ય તાલીમના યુ.એન.ડી.પી. હેઠળ તાલીમ લઈ રહેલા સોફ્ટ એન્ડ એમ્પ્લોઈબીલીટી સ્કીલના ૮૦ તાલીમાર્થી બહેનો અને ખંભાળિયાના આશરે ૨૦૦ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 


આ સાથે યુ.એન.ડી.પી. હેઠળ તાલીમ લઈ રહેલા સોફ્ટ એન્ડ એમ્પ્લોઈબીલીટી સ્કીલના તાલીમાર્થી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વુમન એમપાવરમેન્ટ હેઠલ આશરે ૨૦૦ બહેનો ભાગ લીધો હતો. જેમાં દુલ્હન સ્પર્ધા, વાનગી હરીફાઈ, વેસ્ટ માંથી બેસ્ટ હરીફાઈ, વેલ ડ્રેસ સ્પર્ધા વિગેરે જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 


આ સ્પર્ધામાં વિજેતા થયેલા બહેનોને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી, સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે તાલીમ પૂર્ણ કરેલા અહીંના ૮૦ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં યુ.એન.ડી.પી.ના સ્ટેટ પ્રોજેક્ટ મેનેજર અર્જુન કૌરવ, તથા સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા અને બાળ વિભાગ દ્વારકાના સેન્ટર એડમીનીસ્ટેટર દિવ્યાબેન બારડ અને નવજીવન ક્લિનિકના ડો. કાશ્મીરાબેન રાયઠઠ્ઠા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આયોજન મિથુન ક્રિષ્ટી તથા યુ.એન.ડી.પી. ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application