BREAKING NEWS

વસ્તી ગણતરી-૨૦૨૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને વસ્તી ગણતરી અંતર્ગત ‘સ્વગણતરી (Self-Enumeration)’ પોર્ટલનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરતા કલેકટર રાજેશ તન્ના

  • May 18, 2026 05:12 PM 


વસ્તી ગણતરી-૨૦૨૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને વસ્તી ગણતરી અંતર્ગત ‘સ્વગણતરી (Self-Enumeration)’ પોર્ટલનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરતા કલેકટર રાજેશ તન્ના


નાગરિકો નિર્ધારિત સ્વ-ગણના પોર્ટલ (se.census.gov.in) પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે


‘સ્વગણતરી (Self-Enumeration)’ પોર્ટલ પર સ્વયં વિગતો ભરી જિલ્લાવાસીઓને  સ્વગણતરી માટે પ્રેરિત કરતા કલેકટર 


ભારત સરકાર દ્વારા આગામી સમયમાં ‘વસ્તીગણતરી-૨૦૨૭’ હાથ ધરાનાર છે, જેના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં તા. ૧ જૂનથી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ (ઘર યાદી અને મકાનોની ગણતરી) હાથ ધરાનાર છે. આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સરકાર દ્વારા તા. ૧૭ મેથી ૩૧ મે સુધી સેલ્ફ-એન્યુમેરેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ માટે પોર્ટલ se.census.gov.in કાર્યરત કરવામાં આવ્યું છે. જનગણના ૨૦૨૭ માં સક્રિયપણે જોડાવવા માટે જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.


આ અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ જણાવ્યું કે, નાગરિકો મોબાઈલ અથવા કમ્પ્યુટરના માધ્યમથી ઘરે બેઠા જ માત્ર થોડી મિનિટોમાં પોતાના વર્તમાન રહેઠાણ અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધી શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) અપલોડ કરવાના રહેતા નથી. ઓનલાઈન સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા એક વિશિષ્ટ ‘SE ID’ જનરેટ થશે, જેનો મેસેજ નાગરિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આ ‘SE ID’ નાગરિકોએ સાચવી રાખવાનો રહેશે અને જ્યારે વસ્તી ગણતરીના સત્તાવાર ગણતરીદાર તેમના ઘરે રૂબરૂ મુલાકાતે આવે ત્યારે તેમને આ આઈડી દર્શાવવાની રહેશે. 


​​​​​​​

વધુમાં કલેકટરએ કહ્યું કે, મેં સ્વયં મારી સ્વ-ગણતરી જાતે જ ઓનલાઈન માધ્યમથી પૂર્ણ કરી છે અને આ પ્રક્રિયા અત્યંત સરળ છે. વસ્તી ગણતરીએ અત્યંત મહત્વનું કાર્ય છે. નાગરિકો દ્વારા આપવામાં આવતી સચોટ માહિતી ભવિષ્યમાં સરકારને જનસુખાકારી અને જનકલ્યાણના નિર્ણયો લેવામાં અગતયનું માધ્યમ બનશે. જેનો સીધો લાભ નાગરિકોને જ પ્રાપ્ત થશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application