જુવારનો મિલ્ક શેઈક, સામાના અપ્પમ, બાજરાના પુડલા, જુવારનો શીરો કદી જોયો છે?

  • March 11, 2023 10:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


'બાળકોના લંચબોકસ માટે મિલેટસ રેસીપી' થીમ સાથે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી આયોજિત વર્કશોપમાં રજૂ થઈ વિવિધ વાનગીઓ




ટેસ્ટ કરવાની વાત તો દૂર રહી... તમે કદી જુવારનો મિલ્ક શેઈક, સામાના અપ્પમ, બાજરાના પુડલા, જુવારનો શીરો કદી જોયા છે? જવાબ ભલે ના માં હોય. પરંતુ વર્તમાન સમયની માગને અનુપ આવી આઈટમો બની રહી છે.





વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મિલેટસ એટલે કે જાડા ધાન્યના રોજિંદા ઉપયોગ પર ભાર મુકી રહ્યા છે અને યુનાઇટેડ નેશન્સે વર્ષ ૨૦૨૩ને મિલેટસ યર જાહેર કયુ છે. જેના પગલે ગુજરાતમાં પણ મિલેટસ અંગે જાગૃતિ અને તેના ઉપયોગ વધારવાના સહિયારા પ્રયાસો થઈ રહ્યા છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં હોમ સાયન્સ વિભાગે વડાપ્રધાનની મિલેટસના ઉપયોગની અપીલને ઝીલીને, મિશન મિલેટસની શઆત કરી છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં મિશન મિલેટસનો કુલપતિ ડો. ગીરીશભાઈ ભીમાણીના હસ્તે પ્રારભં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષ ડો. રેખાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્ર્રીય મિલેટસ વર્ષ અંતર્ગત અમારા વિભાગે આ મિશનનો પ્રારભં કર્યેા છે.




જે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમ કે, મિલેટસની વાનગીઓ બનાવતા શીખવવાના વિવિધ વર્કશોપ યોજાશે. કુકિંગ ટ્રેનિંગ સાથે મિલેટસની વિવિધ રેસીપીઝનું પ્રદર્શન, લેખ અને રીસર્ચ પેપર ઉપરાંત વિવિધ પ્રોત્સાહક અને વિસ્તરણ પ્રવૃત્તિઓ, વ્યાખ્યાન તથા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકજાગૃતિ, અધિકારીના કુક કે ઓર્ડરલી મીલેટ રેસીપી શીખવીશું. આ ઉપરાંત મિલેટસ અંગે ડાયેટ પ્લાન બનાવવામાં તેમજ કન્સલ્ટેશનમાં મદદ કરીશું.




આ પ્રસંગે બાળકોના લંચબોકસ માટે મિલેટસ રેસીપી થીમ સાથે યોજાયેલા વર્કશોપમાં બનાવેલી મિલેટસની વિવિધ વાનગીઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં જુવારનો મિલ્ક શેક, સામાના અપ્પમ, રાજગરાનો શીરો અને જુવારનો શીરો, બાજરાના પુડલા સહિતની વિવિધ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ તમામ વાનગીઓ યુનિવર્સિટીની વિધાર્થિનીઓ દ્રારા જ તૈયાર કરાઈ હતી. સ્વાદ અને સ્વાસ્થ્યના સંગમ સમાન આ એવી વાનગીઓ હતી, જે લંચબોકસમાં સરળતાથી પીરસી શકાય અને બાળકો પણ તેને હોંશે હોંશે આરોગે.




મિશન મિલેટ અંતર્ગત મિલેટસનનો વધુમાં વધુ લોકો વપરાશ કરતા થાય, તે માટેના પ્રયત્નો અને પ્રવૃત્તિઓ ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ દ્રારા કરવામાં આવશે, એમ ડો. રેખાબાએ ઉમેયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application