ભાવનગરમાં વિશ્વ હાઇપર ટેન્શન ડે બી.પી રોગ તપાસ કેમ્પમાં ૩૦૦ થી વધુ લોકોની તપાસ

  • May 19, 2023 12:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રેડક્રોસ ભાવનગર દ્વારા આગામી એક વર્ષ માં ૫૦,૦૦૦ લોકો ની વિનામૂલ્યે બી.પી ના રોગો ની તપાસ કરવા માં આવશે


ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા આરોગ્ય સેવાઓ માટે વિવિધ આયોજનો કરવા માં આવે છે લોકો બીમાર જ ન પડે તે માટે અને બીમાર લોકો ને રાહત દરે અને વિનામૂલ્યે સારવાર મળી શકે તેવા અલગ અલગ આયોજન કરવા માં આવે છે. અને વિવિધ રોગો ના કેમ્પ નું આયોજન પણ કરવા માં આવે છે 


વિશ્વ હાઇપર ટેન્શન ડે બી.પી રોગ તપાસ કેમ્પ માં ૧૫ ડોકટર નિટીમ દ્વારા ૩૦૦ થી વધુ લોકો ની તપાસ કરવા માં આવી હતી રેડક્રોસ ના તમામ દવાખાનાઓ બે હોસ્પિટલ, મોબાઈલ ક્લિનિક અને મેડિકલ કેમ્પ માં દરેક જગ્યા એ આજે બી.પી તપાસ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ રેડક્રોસ ના ૧૫ જેટલા ડોકટર ની ટિમ માં ૨ MD ફિઝિશિયન સહિત અને ૨૦ જેટલા પેરામેડિકલ ટિમ ના સ્વંયસેવકો દ્વારા યોજાયેલ ૧૦ જેટલા કેમ્પ માં કુલ ૩૦૦ થી વધારે લોકો ની બી.પી ની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવા મા આવ્યું હતું.


રેડક્રોસ દ્વારા આવનારા એક વર્ષ માં ૫૦,૦૦૦ લોકો ની હાઇપર ટેન્શન બી.પી ની તપાસ વિનામૂલ્યે કરી ને ખાસ યુવાનો માં વધતી આ સમસ્યા ને દૂર કરવા કાર્ય કરવા માં આવશે જે માટે કોઈપણ કાર્યક્રમ ઉપરાંત દરેક સંસ્થાઓ, સમાજ, સોસાયટી, ફ્લેટ કે સંગઠનો દ્વારા વિનામૂલ્યે કેમ્પ નું આયોજન કરવા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, દીવાનપરા રોડ, ભાવનગર ખાતે લેટરપેડ પર પોતાની અરજી આપવા ની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application