ગીર ગાયનું વિશ્ર્વનું પ્રથમ કલોન બનાવવામાં વિજ્ઞાનીઓને સફળતા: 'ગંગા' નામ અપાયું

  • March 28, 2023 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટીટુટમાં લીધો જન્મ, જળવાયું પરિવર્તનના સમયમાં દૂધ ઉત્પાદન વધશે




એનિમલ કલોનિંગ ક્ષેત્રે નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્િટટૂટ એ દેશની પ્રથમ ગાય અને વિશ્વની પ્રથમ ગીર જાતિની ગાયનું કલોનિંગ કયુ છે. જેનું નામ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિર્દેશક ડો. હિમાંશુ પાઠકે ગંગા રાખ્યું છે. જળવાયું પરિવર્તનના સમયમાં દૂધ ઉત્પાદન માટે તેને ક્રાંતિ માનવામાં આવે છે.





નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્િટટૂટ, કરનાલ, ૨૦૦૯માં જ ભેંસની કલોન ગરિમા તૈયાર કરવામાં સફળ રહી હતી, પરંતુ જળવાયું પરિવર્તનનાં સમયમાં, અતિશય ગરમી અને ભારે ઠંડીને સહન કરી શકે તેવી પ્રજાતિઓની જરિયાત ઉભી થઇ હતી જેથી વધુ સારા દૂધ ઉત્પાદનમાં મદદપ થઈ શકે છે.


એનડીઆરઆઈના ડાયરેકટર ડો. ધીર સિંઘે જણાવ્યું હતું કે આજે દેશી ગાયોની ઓછી ઉત્પાદકતા ભારતમાં સતત દૂધ ઉત્પાદન માટે મોટો પડકાર છે.  આ દિશામાં, ૨૦૨૧ માં, ઉત્તરાખડં પશુધન વિકાસ બોર્ડ, દેહરાદૂનના સહયોગથી, ગીર, સાહિવાલ અને રેડ–સિંધી જેવી દેશી ગાયોનું કલોનિંગ કરવાનું કાર્ય રાષ્ટ્ર્રીય ડેરી સંશોધન સંસ્થાના ભૂતપૂર્વ ડિરેકટર ડો. એમ.એસ. ચૌહાણના નેતૃત્વ હેઠળ શ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application