સાવરકુંડલાના વ્હિસલ બ્લોઅર પ્રતાપ ખુમાણે વિદેશી દા‚ના જાહેર વેચાણનો પર્દાફાશ કયા

  • December 04, 2023 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલાના અગ્રણી કેળવણીકાર પ્રતાપભાઇ ખુમાણ સાંજે સાઇકલિંગમાં નીકળ્યા હતા ત્યારે જેસર રોડ પર વિદેશી દા‚ના તા ખૂલ્લ ેઆમ છેચાણનો પોલીસ સામે પર્દાફાશ કર્યો હતો.



પ્રતાપ ખુમાણ પોતાના નિત્યક્રમ પ્રમાણે સાંજના સાયકલિંગમાં જેસર રોડ ઉપર નીકળ્યા ત્યારે ૬૬ કેવી જીઈબી કચેરી સામે ગેટની બાજુમાં બે શખ્સોને બાઈક સો શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા નજરે પડતાં તેમને નજીક જઈને પડકારતા આ બંને શખ્સો નાસી ગયા હતા અને સ્ળ ઉપર તપાસ કરતા બે પ્લાસ્ટિકના ેલાઓ નજરે પડ્યા હતા જેમાં એક ેલો ખાલી હતો( એટલે એટલું વેચાણ ઓલ રેડી ઈ ગયેલ) અને બીજા ેલામાં ચાર મેકડોવેલ્સ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલ હતી એટલે ડી.વાય.એસ.પી.હરેશ વોરા અને પોલીસ ઇન્સ્પેક્ટર ટાઉન ર્સાક કુમાર સોનીને ફોન દ્વારા જાણ કરતા ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્ળ ઉપર આવી પહોંચતા તેમણે આ દારુનો જથ્ો કબજે કર્યો હતો.



સાવરકુંડલા જેસર રોડ ઉપર જાહેર મુખ્ય રસ્તાઓ પર જ ઇંગ્લિશ દારૂની બાઈક ઉપર હરતી ફરતી દુકાનો ઠેક ઠેકાણે જોવા મળે છે આ પહેલા પણ એક વ્હાઈટ કલરની નંબર પ્લેટ વગરની એકટીવા સવાર ગાડીની ડેકીમાં ઇંગ્લિશ દારૂ રાખી વેચતો હતો તેને પડકારતા તે પણ નાસી છૂટ્યો હતો. પોતાનું નામ રાહુલભાઈ બતાવતો હતો.જેસર રોડ વિસ્તારમાં આવેલ તમામ સોસાયટીના રહેવાસીઓ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિઓ અને એના કારણે ઉત્પન્ન તા ન્યુસન્સને કારણે હેરાન પરેશાન ઈ ગયા છે ત્યારે સત્તા વાળો આ બાબતે તાત્કાલિક પગલા લઈ ઘટતું કરે તેવી આ વિસ્તારના નાગરિકોની માંગણી છે.


ગ્રાહકે પ્રતાપભાઈ પાસે દારૂ  માંગ્યો



આ આખી ઘટનામાં એક રમૂજ એવી ઈ હતી કે, પ્રતાપભાઈ પોલીસ સતાવાળાઓ આવે તેની રાહમાં હતાં ત્યારે એક કાયમી ગ્રાહક બોટલ લેવાં આવ્યો અને રોકડા ‚પિયા કંઈ જોયા વગર તેમનાં હામાં મૂકી દીધાને સારો માલ આપવાં કહ્યું..!! એક તો અંધારું અને ખુમાણે હેડ લાઈટ લગાવી હોવાી તેમનો ચહેરો દેખાણો નહિને મોડી મોડી ખબર પડી ત્યારે શરમનો માર્યો ભાગ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application