ઉનામાં સાવરકુંડલાના દંપતીએ શેરબજારમાં સારા વળતર માટે લલચાવી ૨.૯૨ કરોડનું ફૂલેકું ફેરવ્ય

  • December 09, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના શહેરનાં વિદ્યાનગર સોસાયટી વિસ્તારમાં રહેતાં ગોસ્વામી બાવાજી યુવાનને શેર બજારમાં રોકાણ કરાવવાં એજન્ટ તરીકે નિમણૂક કરીને ૩૪ જેટલાં ગ્રાહક પાસે સારૂં વળતર અપાવવાની લાલચે શિવાય ઇન્વેસ્ટમેન્ટ નામે શેર બજારમાં નાણાં રોકાણ કરાવેલ. અને ૨ કરોડ ૯૨ લાખ કરતાં વધું રકમનું ઊધરાણુ કરીને નાણાં પોતાના અંગત ઉપયોગમાં લઇને એજન્ટ ગ્રાહકો સાથે વિશ્વાસધાત કરાયેલ હોવાની ફરીયાદ સાવરકુંડલાના બ્રાહ્મણ દંપતિ સામે ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર ફેલાઇ હતી.


ઉના દેલવાડા રોડ પર આવેલા વિધાનગર સોસાયટીનાં સી૩ બ્લોકમાં રહેતા અને ખેતી કામ કરતાં બાવાજી જયદિપગીરી સુંદરગીરી ગોસ્વામીએ ઉના પોલીસ મથકે કેવીન પ્રવિણભાઇ ભટ્ટ બ્રાહ્મણ તેમજ તેમનાં પત્ની રૂપાબેન કેવીનભાઈ ભટ્ટ રે.સાવરકુંડલા જી.અમરેલી વાળા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. કે ઉપરોક્ત દંપતિએ તારીખ ૨૧-૭-૨૦૨૦થી તારીખ ૬-૧૨-૨૦૨૩ સુધી જયદિપગીરી ગોસ્વામીને એકસીસ બેંક ખાતે અમદાવાદની શિવાય ઇન્વેસ્ટમેન્ટ નામે શેરબજારમાં સારૂં વળતર મળતું હોય તે આપવાની લાલચ આપી વિશ્ર્વાસમાં લીધેલ હતો. અને એજન્ટ તરીકે નિમણૂક કરીને તેનાં મારફતે ૩૪ જેટલાં ગ્રાહકો બનાવી તેની કુલ રકમ રૂપિયા ૨.૯૨.૬૭.૩૯૭.૭૧નફા સહિતની રકમ પરત નહીં આપીને પોતાના અંગત ઉપયોગ કરી ગુનાહિત કાવતરું રચી ફરીયાદી તેમજ તેનાં મારફતે બનેલાં ગ્રાહકો રોકાણકારોની રકમ ઓળવી ગયેલ. વિશ્વાસધાત કરી છેતરપિંડી કરીને બન્ને દંપતિએ એક બીજાની મદદગારી કર્યા અંગેની ઉના પોલીસ સ્ટેશનમાં આઇપીસીકલમ ૪૦૯,૪૨૦,૧૨૦, બી મુજબ ગુન્હો દાખલ કરી ઉના પોલીસે તપાસ હાથ ધરી છે.  



ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારમાં અનેક એજન્ટો મારફતે અનેક કંપનીઓ નામે શેર બજાર તેમજ બચત પોલીસી અને એજન્સી અપાવવાની લાલચ આપીને કરોડો રૂપિયાના રોકાણકારોનાં નાણાં ઓ ડુબાડી દેવામાં આવ્યા છે. અને આવાં છેતરપિંડીનાં કિસ્સામાં પોલીસ કે જવાબદાર તંત્ર દ્વારા સહયોગ કે કાનુની કાર્યવાહીમાં મદદ નહીં મળતી હોવાનાં કારણે રોકાણકારો એજન્ટને પરેશાન કરીને હેરાનગતિ કરતાં હોવાનાં કિસ્સા પણ બનેલાં છે. ઉના તાલુકાના હજારો લોકોએ સહારા ગૃપ તેમજ પી એસ એલ કંપની અને અન્ય સ્થાનિક લોકોએ બનાવેલી કંપનીઓમાં મોટાપાયે કરોડોનું રોકાણ કર્યું છે. અને તેને આજ સુધી કોઈ વળતરની રકમ કે મુળ રકમ પણ પરત નહીં કરાતાં હજારો રોકાણકારો માથે હાથ ધરી રડી રહ્યા છે.
 કંપની દ્વારા વિવિધ વિસ્તારોમાં એજન્ટો નિમણૂક કર્યા બાદ તેનાં મારફતે સગાં સંબંધીઓને ભાઈ દોસ્ત જાણીતાં લોકોને સારૂં વળતર અપાવવાની લાલચે નાણાંનું રોકાણ કરાવ્યું છે. પરંતુ કંપનીઓ અને બેંક એજન્ટ મારફતે શેરબજારમાં રોકાણ કરેલાં નાણાં પરત નહીં મળતાં હજારો એજન્ટો પણ પોતાના હસ્તે રોકાણકારોનાં નાણાં પરત અપાવવા લડાઈ કરી રહ્યા છે. પરંતુ તેને આજ સુધી કોઈ ન્યાય મળ્યો નથી કે કાનુની મદદ પણ નહીં મળતાં રોકાણકારો અને સ્થાનિક એજન્ટો રાતે પાણીએ રડી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application