સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડો. પ્રશાંત દુધાગરાની સારવાર ઘરઆંગણે

  • June 15, 2023 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડો. પ્રશાંત દુધાગરાની સારવાર ઘરઆંગણે


સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર અને ગાર્ગી રૂમેટોલોજી ક્લિનિક રાજકોટના વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડોકટરની સારવાર હવે જામનગરવાસીઓને ઘરઆંગણે મળવાની છે. કારણકે આ નિષ્ણાંત ડો. પ્રશાંત દુધાગરા દ્વારા આગામી શનિવારે જામનગરમાં ખાસ ઓપીડી યોજવામાં આવનાર છે.​​​​​​​


વા સંધિવા જેવા દર્દીની સારવાર માટેની સર્વોચ પદવી એટલે ડીએમ(રૂમેટોલોજી). તેના સૌરાષ્ટ્રકચ્છના એકમાત્ર ગોલ્ડમેડાલિસ્ટ ડોકટર પ્રશાંત દુધગરા હવે જામનગરમાં સેવા આપવાના છે. ડો. પ્રશાંત દુધાગરા એમડી, ડીએમ કન્સલ્ટન્ટ રૂમેટોલોજી એન્ડ ઇમ્યુનોલોજીસ્ટ દ્વારા જામનગરના સુમેર કલબ રોડ ઉપર આવેલ ડો. વી.એમ. શાહની શારદા હોસ્પિટલમાં આગામી તા.૧૭-૬-૨૦૨૩ શનિવારના રોજ સવારે ૯:૦૦ થી ૨.૦૦ શારદા હોસ્પિટલ, ડો.વી.એમ.શાહની હોસ્પિટ, સુમેર કલબ રોડ, જામનગર તથા વાલ્કેશ્વરીનગરીમાં શ્રી હ્રીં હોસ્પિટલમાં તા. ૧૭-૬-૨૦૨૩ શનિવારે બપોરે ૩:૦૦ થી ૬.૦૦ વાગ્યા દરમ્યાન ખાસ ઓપીડી યોજવામાં આવશે.



આ ઓપીડીમાં સંધિવા, એન્કીલોઝિંગ સ્પોન્ડિલિટીસ, એસએલઇ (લ્યુમસ), ગાઉટ (યુરિક એસિડ), ચીકન ગુનિયા, સોરીયાસીસ નો વા, બાળકોમાં થતા વા, સ્કલેરોડમાં જેવી બીમારીઓનું નિદાન તથા સારવાર ઉપરાંત હાથ પગના સાંધામાં સતત દુખાવો થવો અથવા સોજો રહેવો, ઉઠતી વખતે સાંધા જકડવા , હાડકા નબળા પડવા, કમરમાં લાંબા સમયથી દુખાવો રહેવો, ઠંડીમાં આંગળીના ટેરવા કાળા, ભૂરા કે સફેદ પડી જવા, વારંવાર બ્લડ ઘટી જવું, ચામડી ટાઈટ થવી વગેરે સમસ્યાઓનું નિદાન કરવામાં આવશે. ઓપીડીનો લાભ લેવા તથા નામ લખાવવા માટે શારદા હોસ્પિટલ ફોનઃ ૦૨૮૮-૨૫૬૩૭૩૭ અને શ્રી હ્રીં હોસ્પિટલ મો. ૭૭૭૮૯૨૩૧૦૮


ઓપીડી સ્થળ

સવારે ૯થી ૨ દરમ્યાન, શારદા હોસ્પિટલ, ડો. વી.એમ.શાહની હોસ્પિટલ, સુમેર કલબ રોડ, જામનગર


બપોરે ૩ થી ૬ દરમ્યાન, શ્રી હ્રીં હોસ્પિટલ, પ્લોટ નં.૭, વાલ્કેશ્વરીનગરી, જામનગર





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application