સપ્તસંગીતિ ૨૦૨૪: પંડિત રાકેશ ચોરસિયા શુભા મુદ્ગલના સંગીતમાં ડૂબશે રાજકોટ

  • December 04, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની કલા રસિક જનતાની આતુરતાના અંત સો તા રાજકોટની કલાપ્રિય શહેરીજનોના રસ અને રુચિને સંતોષવાના હેતુી સામાજિક પ્રવૃતિઓને વરેલી સંસ, નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા કલા આધારીત રંગારંગ મહોત્સવ સપ્ત સંગીતિ-૨૦૨૪ની છઠ્ઠી આવૃત્તિના આયોજનની તૈયારીઓ જોરશોરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં જાન્યુઆરી-૨૦૨૪ના પ્રમ સપ્તાહમાં તા.૨ી ૮ દરમિયાન હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે દર વર્ષની પરંપરા અનુસાર સપ્તાહના સાતેય દિવસ અલગ અલગ કલાના ટોચના કલાસાધકો તોમના સહ-કલાકારો સો કલાની પ્રસ્તુતી કરશે.



સમાજ સેવા તા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને કંઈક અનોખી રીતે કરી છુટવાના ધ્યેયી રચાયેલી નીઓ રાજકોટ ફાઉન્ડેશન છેલ્લ ા આઠ વર્ષી સતત પ્રજાને શાીય કલાના સુર અને તાલી તરબોળ કરી રહી છે. જેમાં વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ દરમિયાન પ્રસ્તુતી વર્ચ્યુઅલ કરવામાં આવી હતી જયારે પાંચ વર્ષ પ્રત્યક્ષ કાર્યક્રમોના આયોજન કરાયા હતા. આ વખતે મુખ્ય સહ-કલાકારો અને યુવા પ્રતિભાઓ સહિત કુલ ૩૦ જેટલા કલાકારો ઉપસ્તિ શે. જેમાં શાીય સંગીતના દિગ્ગજ કલાકારો શઉભા મુદગલ, પં.રાકેશ ચોરસિયા, પં.શુભેન્દ્ર રાવ, પં.દેબોજયોતિ બોસ, પં.દેબાશિષ ભટ્યાચાર્ય અને લોક ગાયક ઓસમાણ મીર જેવા અગ્ર પંડિતના કલાકારોનો સમાવેશ ાય છે. ફાઉન્ડેશનનો આ સમગ્ર આયોજન પાછળનો ઉદેશ ભારતના સાંસ્કૃતિક વારસા સમા શાીય સંગીતને જાળવવા ઉપરાંત શાીય સંગીતના કલાકારોને પ્રોત્સાહિત કરી લોકો સમક્ષ શાીય સંગીતની પ્રસ્તુતીી તેને પ્રચલિત બનાવવા અને રસ ધરાવતા કલા સાધકો તેમાંી જ્ઞાન ગ્રહણ કરી આ ભવ્ય વારસાને અપનાવી અને આગળ વધારી શકે તેવો પ્રયત્ન કરવાનો છે.
સપ્ત સંગીતિની આઠ વર્ષની સફરમાં બેગમ પરવીન સુલતાના, કૌશિકી ચક્રબર્તી, ઉસ્તાદ શાહિદ પરવેઝ, ઉસ્તાદ રશીદખાન, ડો.એન.રાજમ, શુભા મુદગલ, ઉસ્તાદ ફેઝલ કુરેશી, પં.રાજન અને સાજન મિશ્રા, અજોય ચક્રવર્તી, ડો.અશ્ર્વિની ભીડે દેશપાંડે, પુરબયાન મુખરજી, ગુંડેચા બ્રધર્સ, રોનુ મજુમદાર, પંડિત હરિપ્રસાદ ચોરસિયા જેવા દેશના દિગ્ગજ કલાકારોની કલાનો રસાસ્વાદ લેવાનો મોકો પ્રાપ્ત યો હતો. ઉપરાંત સપ્ત સંગીતિ-૨૦૨૦માં રાજકોટની જનતાને પદ્મવિભૂષણ પંડિત જસરાજને ‚બ‚ સાંભળવાની અવિસ્મરણીય અને ઐતિહાસિક તક પણ નીઓ રાજકોટ ફાઉન્ડેશનને આભારી છે.



સપ્ત સંગીતિ-૨૦૨૪માં દિગ્ગજ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકારો સતત સાત દિવસ સુધી પોતાની કલા દ્વારા સૌરાષ્ટ્રની કલાચાહક જનતાને તરબતર કરવા આવી રહ્યા છે. તા.૨ જાન્યુ્રારીના રોજ સમારોહની સુરીલી  શ‚આત તન્મય-ઈન-હાર્મની બેન્ડ દ્વારા હારમોનિયમ, ડ્રમ, તબલા, ગિટાર, કીબોર્ડ અને બાસની મંત્રમુગ્ધ કરી દેતી જુગલબંદી સમા ફયુઝન મ્યુઝિક બેન્ડ દ્વારા કરાશે. તા.૩ના રોજ શુભા મુદ્ગલ દ્વારા શાીય ગાયન પ્રસ્તુત કરવામાં આવશે. તા.૪ના રોજ પં.રાકેશ ચોરસિયાનું બાસુુરી વાદન અલૌકિક દુનિયાની સફર કરાવશે. તા.૫ના રોજ પં.શુભેન્દ્ર રાવનું સિતાર વાદન, તા.૬ના રોજ પં.દેબોજયોતિ બોસનું સરોદ વાદન માણવા મળશે. તા.૭ જાન્યુ.ના રોજ સ્લાઈડ ગીટાર વાદક પં.દેબાશીશ ભટ્ટાચાર્ય શાીય સંગીતની પ્રસ્તુતી કરશે. સમારોહના આખરી દિવસે એટલે કે તા.૮ જાન્યુઆરીના રોજ જાણીતા લોકગાયક ઓસમાણ મિર અને આમીર મિર તેમના લોક ગીતોની કલાી શ્રાવકોને રસતરબોળ કરશે. આ સાતેય દિવસ દરમિયાન તમામ દિગ્ગજ કલાકારો સો સંગત કરવા વિવિધ વાદ્યોના ઉત્તમ અને પ્રતિષ્ઠિ ત કલાકારો ઉપરાંત દેશના ટોચના તબલાવાદકો જેમાં કલકતાના પં.કુમાર બોસ, પં.આનીંદો ચેટર્જી, દિલ્હી નિવાસી અક્રમખાન, અનિશ પ્રધાન તેમજ મુંબઈી પં.સત્યજીત તલવાલકરની કલાનો પણ લાભ શ્રોતાઓને મળશે. આ વર્ષે શાીય ગાયન ઉપરાંત અલભ્ય અને ખુબ ઓછા સાંભળવા મળતા વાદ્યો જેવા કે સ્લાઈડ ગિટાર, દિલરુબા, ચેલો તા ડિજિટલ પિયાનોની પ્રસ્તુતી દ્વારા તેને જોવા સમજવા અને સાંભળવાનો અલભ્ય અવસર કલાસાધકોને મળશે. 



ઉપરાંત સપ્ત સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ ઉભરતી યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત શે. કોન્સર્ટના પ્રમ ચરણમાં આ વર્ષે નવ જેટલા અલગ અગ પ્રાંતના ઉભરતા યુવા કલાકારોને પોતાની કલા રજૂ કરવાનો અવસર મળવાનો છે જેમાં તા.૩ના રોજ વિપુલ વોરા દ્વારા બાંસુરી વાદન, તા.૪ના ડો.વિરલ અમર ભટ્ટ દ્વારા કંઠય સંગીત, તા.૫ના  સંદિપ સિંગનું દિલરુબા વાદન જયારે તા.૬ના રોજ ડો.મોનિકા શાહની ઠુમરી પેશકશ શે. આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે. જેી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિ:શુલ્ક રહેશે. કાર્યક્રમના પાસ મેળવવા માટે સંગીત રસિકો માટે સપ્ત સંગીતિની વેબસાઈટ ૂૂૂ. તફાફિંતફક્ષલયયિ.ંજ્ઞલિ પર નિ:શુલ્ક રજિસ્ટ્રેશનની વ્યવસ્તા કરવામાં આવી છે. આ ઉપરાંત શાીય સંગીતમાં રસ ધરાવતા વિર્દ્યાીઓ અને કલાસાધકોને આ તમામ દિગ્ગજ કલાકારો પાસેી શીખવા અને માર્ગદર્શન મેળત્તવાની તક સાંપડે તે માટે નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવે છે. જેી કલાકારોની અનુકૂળતા અનુસાર અલગી નોલેજ શેરીંગ સેશન જેવી વ્યવસ કરી શકાય.



આયોજનનો યશ નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટરો તેમજ સ્વયં સેવકોની સમર્પિત ટીમને જાય છે. જેમાં સર્વે ડિરેકટરો પરાક્રમસિંહ જાડેજા, મુકેશ શેઠ, અરવિંદ પટેલ, દીપક રીંડાણી, વિક્રમ સંઘાણી, હિરેન સોઢા અને અતુલ કાલરિયા સેવાઓ આપે છે અને સમગ્ર સંચાલનમાં યોગદાન આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application