સનાતન ધર્મ પોષણ માટે છે, શોષણ માટે નહીં: પૂ.કૃષ્ણમણી મહારાજ

  • October 10, 2023 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે સમાજમાં સનાતન ધર્મને બચાવવા માટે તમામ લોકોએ આગળ આવવું પડશે, સનાતન ધર્મ પોષણ માટે છે, શોષણ માટે નહીં, આજે કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે કોઇની લીટી ટુંકી કરીને આગળ વધે છે પરંતુ કોઇની લીટી ટુંકી કર્યા વિના તમારે તમારી લીટી વધારવી જોઇએ, ધર્મ વિ‚ઘ્ધ બોલનારને કયારેય અમારો પ્રણામી સંપ્રદાય ટેકો આપતો નથી અને જે લોકો મત માટે સનાતન ધર્મને ડેમેજ કરે છે તેનાથી દરેક નાગરીકે ચેતતું રહેવું જોઇએ તેમ પ્રણામી સંપ્રદાયના આચાર્ય પૂ.કૃષ્ણમણીજી મહારાજે ગઇકાલે સનાતન ધર્મ વિશે જનહીત અર્થે સમજ વિષય ઉપર બોલાવેલી પત્રકાર પરીષદ વિશે જણાવ્યું હતું. 



પૂ.કૃષ્ણમણી મહારાજે કહ્યું હતું કે, સૃષ્ટિના સમયથી ચાલતું આવે છે અને સનાતન પરમાત્માને પણ સનાતન કહેવાય છે, શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે, આત્મા અને પરમાત્મા બંને સનાતન છે, પરમાત્મા એક છે પરંતુ તેની શકિતઓ અલગ-અલગ રીતે કામ કરે છે, સંપ્રદાય એટલે સંગત પ્રધાન, જુદા-જુદા સંપ્રદાયો પણ રહે છે અને બધા સનાતન ધર્મમાં રહે છે અને લોકો પણ બધાને માન આપે છે, સનાતન માટે પારીવારીક ભાવના ન રહે તો પરીવારની ભાવના મટી જાય છે, આજે પ્રકૃતિનું શોષણ છે, સનાતન ધર્મ પોષણ માટે છે શોષણ માટે નહીં.



તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે સમાજમાં કેટલાક લોકો મત માટે સનાતન ધર્મને ડેમેજ કરી રહ્યા છે અને જુદા-જુદા વિવાદો ફેલાવી રહ્યા છે જે યોગ્ય નથી, આવા લોકોથી ચેતવું જોઇએ અને દરેક ભારતનો નાગરિક સમજે છે કે મારો ધર્મ સનાતન છે, સનાતન ધર્મને હિન્દુ ધર્મ પણ કહેવાય છે, તાજેતરમાં જ યોજાયેલી જી-ટવેન્ટી સમીટમાં વસુદેવ કુટુંબની થીમ હતી અને આ મીટમાં આખી દુનિયાને પરીવાર માનવાની વાત સરકારે કરી હતી. સદભાવના છે ત્યારે નીંદા કે કોઇને ઉતારી પાડવાની વાત ન હોવી જોઇએ.



એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે, કેટલાક લોકો શંકર ભગવાનનું નામ લેતા નથી અને શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લે છે, સમાજમાં દરેક લોકોને પોતપોતાના ધર્મ પાળવાની છુટ છે પરંતુ કૃષ્ણ ભગવાનનું નામ લેવું અને શંકર ભગવાનનું નામ ન લેવું તેવી જડતા ન હોવી જોઇએ, કેટલાક સંપ્રદાયના સાધુઓ દ્વારા વિવિધ જગ્યાએ દેવી-દેવતાની મુર્તિ વિશે એલફેલ નિવેદનો કર્યા છે અને લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જયારે પ્રણામી સંપ્રદાય આ અંગે શું કરવા માંગે છે, તેના જવાબમાં કૃષ્ણમણી મહારાજે કહ્યું હતું કે, આવી સોચ ન હોવી જોઇએ, લોકો પોતપોતાની રીતે ધર્મ પાળે તેમાં વાંધો નથી એટલ કે કોઇ દેવી-દેવતાની ટીકા ન કરવી જોઇએ અને આવા લોકોને અમે કોઇ ટેકો આપતા નથી, એટલે જ હું કહું છું કે સંપ્રદાય એટલે જે ભાષામાં લોકો સમજે તેને સમજાવાય, સનાતન ધર્મના અનુયાયીઓમાં ફાટફુટ પડાવાની જે લોકો પ્રેરવી કરે છે તે યોગ્ય નથી. ધર્મને બચાવવા માટે હિન્દુઓએ સનાતન ધર્મ એક થઇને પાડવો જોઇએ, કોઇપણ જાતના વિવાદમાં પડવું ન જોઇએ, તેમણે કહ્યું હતું કે, પ્રણામી સંપ્રદાયના લગભગ ૧૨૦૦ જેટલા મંદિર અને આશ્રમો આવેલા છે અને ૯ થી ૧૦ કરોડ જેટલા અનુયાયીઓ છે, જામનગરમાં પૂ.પ્રાણનાથજીએ વસવાટ કર્યો હતો અને તેઓ દિવાન પદે પણ રહી ચૂકયા છે. 


મહામતી શ્રી પ્રાણનાથજીનો ૪૦૫મો પ્રાગટય મહોત્સવ આજથી તા.૧૪ સુધી યોજાશે, મહોત્સવ દરમ્યાન વિવિધ કાર્યક્રમો પણ થશે, તા.૧૩ના રોજ વિશાળ શોભાયાત્રા નિકળશે જે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે, સમગ્ર વિશ્ર્વભરમાંથી પ્રણામી સંપ્રદાયના ૧૫ થી ૨૦ હજાર અનુયાયીઓ અને અનેક સંત-મહંતો આ મહોત્સવમાં આવશે, નિજાનંદાચાર્ય સદગુ‚ શ્રી દેવચંદ્રજી મહારાજ પ્રમુખ એવમ અદ્વિતિય શિષ્ય શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાય પ્રવર્ધક અને દ્વિતિય આચાર્ય મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ વૈશ્ર્વિક ચેતના જાગરણના અગ્રદુત હતાં, તેમનો પ્રાકટય ૪૦૫ વર્ષ પહેલા સવંત ૧૬૮૫ આસ્વીન કૃષ્ણ ચર્તુદશીના દિવસે જામનગરની પવિત્ર ધરા ઉપર થયો હતો. આ પત્રકાર પરીષદમાં ૧૦૮ પૂ.લક્ષ્મણદેવજી મહારાજે પ્રણામી સંપ્રદાય વિશે જાણકારી આપી હતી, ઉપરાંત ડો.જોગેનભાઇ જોશી, મનસુખભાઇ પટેલ, ભાવસારભાઇ, ભરતભાઇ ફલીયા, ભાર્ગવ ઠાકર, વૃજલાલ પાઠક સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application