સજુબા સ્કુલની દરગાહ ડીમોલીશન પ્રકરણ હાઇકોર્ટમાં પહોચ્યું

  • October 12, 2023 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરની સજુબા સ્કુલના પટાંગણમાં આવેલી દરગાહ ડીમોલીશન પ્રકરણ હાઇકોર્ટમાં પહોચ્યું છે, હાઇકોર્ટ દ્વારા સરકાર અને અધિકારીઓ સામે નોટીસ ઇસ્યુ કરી હાજર થવા હુકમ કરાયો છે. 



જામનગર શહેરમાં રાજાશાહીના સમયની સજુબા ગર્લ્સ સ્કુલના કમ્પાઉન્ડમાં આવેલ "જીન્નત બીબી માં નાગાણી ની દરગાહનું તા. ૩-૯-૨૦૨૩ના રોજ મોડી રાત્રીના સમયે કોઇપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કર્યા વિના ડીમોલીશન કરી નાખવામાં આવેલ હતું.



જેથી જામનગરની વજીર ચકલા સિપાઇ જમાતના પ્રમુખ હુશેનભાઇ શેખ તેમજ નાગાણી પરિવારના અલ્તાફબાપુ નાગાણી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલ સ્પેશીયલ સીવીલ એપ્લીકેશનના કામે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટેટ ઓફ ગુજરાત તથા જીલ્લા શિક્ષણાધિકારી જામનગર, જિલ્લા કલેકટર જામનગર, પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેકટર જામનગર, સીટી સર્વે અધિકારી જામનગર તથા પ્રિન્સીપાલ સજુબા હાઇસ્કુલ, ગુજરાત રાજય વકફ બોર્ડ, ગાંધીનગર વિગેરે સામે ગુજરાત હાઇકોર્ટમાં હાજર થવા નોટીસનો હુકમ તા. ૧૧-૧૦-૨૩ના રોજ ફરમાવેલ છે.


આ ચર્ચાસ્પદ કેસમાં વજીર ચકલા સિપાઇ જમાત તથા અલ્તાફબાપુ નાગાણી તરફે અમદાવાદના વકીલ એમ.ટી.એમ. હકીમ તેમજ મકબુલભાઇ મન્સુરી, જામનગરના વકીલ હાજી હસનભાઇ ભંડેરી રોકાયેલા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application