“RSSના વડા પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે તો તેઓ કલયુગના 'વિભીષણ' કહેવાશે”, દેશભરના બ્રાહ્મણોમાં રોષ

  • February 07, 2023 04:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરએસએસના વડા મોહન ભાગવતે જાતિવાદ પર આપેલા નિવેદનને લઈને હવે બ્રાહ્મણોમાં નારાજગી જોવા મળી રહી છે. કાનપુરમાં 'મૈં હું બ્રાહ્મણ મહાસભા'ના લોકોએ મોહન ભાગવતના નિવેદનનો વિરોધ કર્યો હતો. વિરોધ કરતા કહ્યું હતું કે, ભાગવત પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે તો તેઓ કલયુગના 'વિભીષણ' કહેવાશે.


કાનપુરમાં દીપ સિનેમા સ્ક્વેર પાસે જમીન પર બેસીને 'મૈં હું બ્રાહ્મણ મહાસભા'ના લોકો હનુમાન ચાલીસા વાંચી રહ્યા છે. આ દરમિયાન સંગઠનના પદાધિકારીઓએ કહ્યું કે મોહન ભાગવતનું નિવેદન બ્રાહ્મણ વિરોધી છે. પોતાના નિવેદનમાં તેમણે જાતિ પ્રથા માટે પંડિતોને જવાબદાર ઠેરવ્યા છે, આ ખોટું છે. મનુસ્મૃતિ બ્રહ્માજીના પુત્ર દ્વારા લખવામાં આવી હતી, જેમાં કર્મ અનુસાર વર્ણ હોવાનું જણાવવામાં આવ્યું છે. બ્રાહ્મણો જીવનભર લોકોને જ્ઞાન, દયા અને શિક્ષણ આપવામાં વ્યસ્ત રહ્યા છે, પરંતુ બ્રાહ્મણો વિરુદ્ધ જ દ્વેષપૂર્ણ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો દેશમાં રાજકીય લાભ માટે આવું કરી રહ્યા છે જે તદ્દન ખોટું છે. બ્રાહ્મણ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દુર્ગેશ મણિ ત્રિપાઠીએ કહ્યું કે ભાગવતે પોતાનું નિવેદન પાછું લેવું જોઈએ, નહીં તો તેઓ કલયુગના 'વિભીષણ' કહેવાશે.


રવિવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે સમાજ પ્રત્યે આપણી પણ જવાબદારી છે. જ્યારે દરેક કામ સમાજ માટે હોય છે, તો પછી કેટલાક ઊંચા, કેટલાક નીચા કે કેટલાક અલગ કેવી રીતે બન્યા? ભગવાને હંમેશા કહ્યું છે કે મારા માટે દરેક એક છે, તેમની વચ્ચે કોઈ જાતિ કે વર્ણ નથી, પરંતુ પંડિતોએ એક શ્રેણી બનાવી છે, તે ખોટું હતું. ભાગવતના આ નિવેદનને લઈને વિપક્ષી પાર્ટીઓ સવાલ ઉઠાવી રહી છે ત્યારે બ્રાહ્મણોમાં નારાજગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application