ઓસ્કારમાં RRRની ટીમનું આવું અપમાન, ફેન્સે એકેડમી પર કર્યાં આકરા પ્રહાર

  • March 13, 2023 11:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

SS રાજામૌલીની RRRની 'નાટુ નાટુ' એ 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણીમાં એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ગીતના સંગીતકાર એમએમ કીરાવાણી અને ગીતકાર ચંદ્ર બોઝ સ્ટેજ પર પહોંચ્યા અને ઓસ્કાર એવોર્ડ લીધો હતો.


બીજી તરફ, ટીમ RRRને ઓસ્કાર સમારોહમાં સ્ટેજ પર છેલ્લી સીટ આપવામાં આવતા જોઈને ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફિલ્મના ગીત 'નાટુ નાટુ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળવાની જાહેરાત થતાં જ RRRની ટીમ જોરથી તાળીઓ પાડી રહી છે. 


સોશિયલ મીડિયા પર યુઝર્સે RRRની આ મોટી ઉપલબ્ધિ માટે ખુશી વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે પ્રોગ્રામમાં સીટો પર પણ સવાલો ઉઠાવ્યા હતા. એક યુઝરે સવાલ કર્યો કે તે પાછળ કેમ બેઠો છે. અન્ય એકે કહ્યું કે 'RRR ટીમ પાછળ કેમ બેઠી છે તે શરમજનક છે.  એક યુઝરે પૂછ્યું, "જો તમે જાણતા હતા કે તે જીતશે તો તમે તેને પાછળ કેવી રીતે બેસાડ્યા ?" બીજી તરફ, RRRના ગીત 'નાટુ નાટુ'ને શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીતવાની જાહેરાત બાદ સંગીતકાર એમએમ કીરવાનીની ખુશીનો પાર રહ્યો ન હતો. આ પ્રસંગે તેમણે તેમના ભાષણ દરમિયાન સૌનો આભાર માન્યો હતો. 'નાટુ નાટુ' ગીત માટે ઓસ્કાર એવોર્ડ સાથે એમએમ કીરવાનીના ભાષણની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application