RRRની ખ્યાતિમાં ઉત્તરોત્તર વધારો, પોતાના નામે કર્યાં 4 HCA અવોર્ડસ

  • February 25, 2023 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'RRR' અને તેના સુપરહિટ ટ્રેક 'નાટુ નાટુ'નો ક્રેઝ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઘણા મોટા પુરસ્કારો જીતી ચૂકેલ એમએમ કીરવાણીના આ ટ્રેકે સફળતાની સીમાઓ પણ વટાવી દીધી છે. આ ગીતને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે, આ ગીતે દેશની પ્રતિષ્ઠા પણ વધારી છે. RRR એ હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન ફિલ્મ એવોર્ડ્સ (HCA એવોર્ડ્સ 2023)માં 4 એવોર્ડ જીત્યા છે જેમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ, બેસ્ટ એક્શન ફિલ્મ, નાટુ નાટુ અને બેસ્ટ સ્ટંટ માટેના પુરસ્કારનો સમાવેશ થાય છે.


એસએસ રાજામૌલીએ ટ્રોફી જીત્ય બાદ કહ્યું હતું કે 'મારું ભારત મહાન છે'. ઓસ્કાર 2023 માં, 'RRR' નું ગીત 'નાટુ નાટુ' નામાંકિત કરવામાં આવ્યું છે જે રામ ચરણ અને જુનિયર NTR પર ચિત્રિત છે. તાજેતરમાં અભિનેતાએ શેર કર્યું હતું કે જો એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ઓસ્કાર એવોર્ડ જીતે તો તેની પ્રતિક્રિયા શું હશે. યુએસએમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું હતું કે, 'જો નાટુ નાટુ એવોર્ડ જીતે તો કોઈએ તેને જગાડવો પડશે.'


રામ ચરણે કહ્યું હતું કે, 'મને નથી લાગતું કે હું તેના પર વિશ્વાસ કરીશ. તેણે મને જગાડવો પડશે અને કહેવું પડશે, જાઓ આ અવોર્ડ લઇ આવો. મને સ્ટેજ પર ધકેલી દો હું સૌથી ખુશ રહીશ. મને નથી લાગતું કે તે અમારી સફળતા હશે, તે ભારતીય ફિલ્મ ઉદ્યોગની સફળતા હશે.'


અભિનેતાએ એ પણ જણાવ્યું કે યુદ્ધના ત્રણ મહિના પહેલા યુક્રેનમાં ગીત કેવી રીતે શૂટ કરવામાં આવ્યું હતું. અમે રાષ્ટ્રપતિ ભવનમાં 15 દિવસ સુધી શૂટિંગ કર્યું. યુક્રેન સુંદર છે. અમારી ફિલ્મના શૂટિંગ પછી હું ટૂરિસ્ટ તરીકે યુક્રેન જવા માંગતો હતો.

'RRR'ની આખી ટીમ 13 માર્ચે યોજાનાર ઓસ્કાર નોમિનેશન 2023 માટે અમેરિકામાં હાજર રહેશે. સંગીતકાર એમએમ કીરવાણી અને ગીતકાર ચંદ્ર બોઝ અગાઉ ઓસ્કાર લોન્ચમાં હાજરી આપી હતી. રામ ચરણ ન્યૂયોર્ક પહોંચી ગયા છે અને ગુડ મોર્નિંગ શોમાં જોવા મળ્યા છે. હવે આરઆરઆરની બાકીની ટીમ પણ ટૂંક સમયમાં અહીં જોડાશે. જુનિયર NTRએ હાલમાં જ પોતાનો ભાઈ ગુમાવ્યો છે જેના કારણે તેને અહીં પહોંચવામાં થોડો મોડો થઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application