રાજકોટમાં હાર બાદ પણ રોહિત શર્મા ખુશ, જાણો ત્રીજી વનડે હાર્યા બાદ ભારતીય કેપ્ટનની આ ખુશીનું કારણ શું ?

  • September 28, 2023 08:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલા વનડેમાં ભારતીય ટીમને 66 રનથી હારી હતી. ભારતને જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ 353 રનનો ટાર્ગેટ હતો, પરંતુ આખી ટીમ 49.4 ઓવરમાં માત્ર 286 રનનો સ્કોર બનાવી શકી હતી. જો કે, આ હાર છતાં, ભારતીય ટીમ 3 મેચની વનડે સીરીઝમાં 2-1થી જીતવામાં સફળ રહી. ત્રીજી વનડેમાં મળેલી હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. રોહિત શર્માએ કહ્યું કે હું જે રીતે શોટ્સ રમવા સક્ષમ છું તેનાથી હું ઘણો ખુશ છું. તેણે એમ પણ કહ્યું કે અમારી ટીમે છેલ્લી 7-8 વનડે મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.


રોહિત શર્માએ કહ્યું કે અમે અલગ-અલગ પરિસ્થિતિઓમાં અને અલગ-અલગ ટીમો સામે પડકારોનો સામનો કર્યો. મને લાગે છે કે અમે સારું ક્રિકેટ રમ્યા. જો કે આજે અમે જીતી શક્યા નથી, પરંતુ અમારા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે કહ્યું કે જસપ્રીત બુમરાહ જે રીતે બોલિંગ કરી રહ્યો છે તેનાથી તે ખૂબ જ ખુશ છે. ખાસ કરીને જસપ્રીત બુમરાહ જે રીતે શારીરિક રીતે ફિટ અનુભવી રહ્યો છે. આ સિવાય આ બોલરમાં કૌશલ્યની કોઈ કમી નથી. ભારતીય કેપ્ટને કહ્યું કે જસપ્રીત બુમરાહ જે રીતે શારીરિક અને માનસિક રીતે અનુભવી રહ્યો છે તે અમારા માટે સારો સંકેત છે. તેણે કહ્યું કે અમે વર્લ્ડ કપ માટે અમારી 15 સભ્યોની ટીમને લઈને એકદમ સ્પષ્ટ છીએ, અમે કોઈ પણ પ્રકારની મૂંઝવણમાં નથી.


રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સીરીઝની પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમનો ભાગ નહોતો. રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલે ટીમની કમાન સંભાળી હતી.


ટોસ જીતીને ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ સાથે ઓપનિંગ જોડીમાં ડેવિડ વોર્નર અને મિચેલ માર્ગ મેદાનમાં ઉતર્યા હતા, જેમાં મીચેલ માર્ગે 96, ડેવિડ વોર્નરે 56 નોંધાવ્યા છે, સ્ટીવ સ્મિથે 74 અને લાબુશાનેએ 72 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 353 રનનો ટાર્ગેટ આપ્યો છે. બુમરાહે આ મેચમાં 3 વિકેટ ઝડપી છે.


જો કે, રાજકોટના ગ્રાઉન્ડ પરથી ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમનો સ્કોર તોડ્યો છે. વર્ષ 2020માં ભારતે ઓસ્ટ્રેલિયા સામે જ 50 ઓવરમાં 340 રન બનાવ્યા હતા. જેની સામે આજે ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 352 રન બનાવી રેકોર્ડ તોડ્યો છે.


ભારતીય ટીમ તેની ચોથી વન ડે મેચ રાજકોટ સ્ટેડિયમમાં રમી રહી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની આ બીજી મેચ છે. આ પહેલા 2020માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને અહીં 36 રનથી હરાવ્યું હતું. યજમાન ટીમે અહીં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાંથી માત્ર એક જ જીત મેળવી છે, જ્યારે તેઓ ઇંગ્લેન્ડ સામે 9 રને અને દક્ષિણ આફ્રિકા સામે 18 રને હાર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application