CCTV : રાજકોટના ભગવતી પરામાં છરીની અણીએ 82 હજારની લૂંટ, લુંટારૂઓ કેમેરામાં કેદ

  • February 15, 2023 09:34 PM 

રાજકોટમાં ચોરી લૂંટફાંટના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. રાત્રીના કરવામાં આવતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગત રાત્રીના જ રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં શિવાજી ચોક વિસ્તાર પાસે ઘરમાં ઘૂસી છરીની અણીએ લૂંટની ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગળા પર છરી મૂકીને કેટલાક શખ્સો લૂંટ મચાવી ફરાર થઈ ગયા હતા. અંદાજે રૂ.82 હજારની ચોરી કરી લુંટારૂઓ ફરાર થઈ ગયા હતા. બાદમાં ઘટનાની જાણ પોલીસને થતાં ક્રાઈમ બ્રાન્ચ સહિત બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. 

બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ છેલ્લા બે માસમાં છથી સાત ચોરીના બનાવો બનવા પામ્યા છે. ત્યારે હાલ ભગવતીપરામાં બનેલી લૂંટની ઘટનાને લઈને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application